કહેવાય છે ને પ્રેમ તો પ્રેમ જ કહેવાય. પ્રેમ માટે પ્રેમીઓ કંઈપણ હદ સુધી પહોંચી શકે છે.ઓડિશા માં એક પ્રેમીએ તેની પ્રેમિકાને મળવા માટે પોતાનો વેશ બદલ્યો અને સાધુ બનીને મળવા ગયો હતો. પ્રેમી યુવકને લાગ્યું કે તેના પર કોઈ શંકા નહીં કરે અને તે આસન થી તેની પ્રેમિકાને મળી શકશે.
જ્યારે આ પ્રેમી સાધુ બનીને ગામ પહોંચ્યો ત્યારે તેના પર ઉગ્ર રીતે હાથ ફેરો કરવામાં આવ્યો હતો સાથે જ તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.માહિતી અનુસાર પ્રેમિકાના લગ્ન બીજે નક્કી થઈ ગયા હતા.આ વાતની જાણ પ્રેમી યુવકને થતા તેને પોતાની પ્રેમિકા ને મળવાનું નક્કી કર્યું.
કોઈ ઓળખી ન શકે તે માટે તેને સાધુનો વેશ ધારણ કર્યો પરંતુ તે ગામ પહોંચ્યો ત્યારે ગ્રામજનો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.પકડાયેલો પ્રેમી યુવક અનુંગલ જિલ્લાના રહેવાસી છે. પ્રેમી ના લગ્ન નક્કી થયા બાદ તે પોતાની પ્રેમીકાને મળવા માટે સાધુનો વેશ ધારણ કરીને જાજપુર રોડ પોલીસ સ્ટેશન હેઠળ ફેરોક્રોમ ગેટ કોલોની પહોંચી ગયા હતા.
ગામ પહોંચ્યા બાદ તે સીધો પ્રેમિકા ના ઘરે ગયો અને ત્યાં ગયા પછી તેની પ્રેમિકાની માતાને મળ્યો અને તેમનો હાથ જોઈને તેમનું ભવિષ્ય કહેવા લાગ્યો.ત્યારબાદ તેની માતાના હાથ જોયા બાદ કહ્યું કે તમારી છોકરી ના લગ્ન હાલ મુલતવી રાખો.
આ લગ્ન છોકરી માટે સારા નથી.આ દરમિયાન સાધુ પર પ્રેમિકા ના પિતા અને પરિવારના અન્ય સભ્યોને શંકા ગઈ.આ હાથ જોયા બાદ તે ગામની બહાર આવ્યો કે તરત જ લોકોએ તેને ચોર સમજ્યો અને પછી જે થયું એ તો તમે જાણો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment