સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને કે સાંભળીને આપણું હૃદય દ્રવી ઉઠે છે. સમાજમાં એક ખૂબ જ પ્રચલિત લોક કહેવત છે કે દીકરો કુળને તારે પરંતુ દીકરી તો બે કુળને તારે છે. આજના ઉન્નતિ સભર યુગમાં દીકરીઓ પણ હવે દરેક ક્ષેત્રમાં ઘર પરિવાર સાથે દેશનું નામ રોશન કરતી હોય છે.
આજકાલ દીકરીઓએ પુરુષ સરીખી હોવાનું સાબિત કરી ચૂકી છે, પુત્રીઓ પણ પુત્ર સમાન બની રહી છે. જે પુત્રની ગરજ સારી દેતી હોય છે, આ પ્રકારની એક અનોખી ઘટના તાલુકા મથક ભચાવમાં બની છે. જ્યાં પુત્રીઓએ હિંમત દાખવી પ્રાણ પ્યારા પિતાને અંતિમ વિધિ સમય અગ્નિદાહ આપ્યો હતો.
આ ઘટના ખૂબ જ કરૂણ અને દુઃખદ હોવા છતાં રૂઢિવાદી સમાજ માટે પ્રેરણા પૂરી પાડી જાય છે. ભચાઉ નગરમાં રામવાડી પાસે મુખ્ય માર્ગે આવેલી એચડીએફસી બેન્ક નજીક કિરાના શોપ ચલાવતા 60 વર્ષીય નવીનચંદ્ર બાબુલાલ કાર્ય નું શારીરિક બીમારીની સારવાર દરમિયાન આજે વહેલી સવારે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું.
એમના પાર્થિવ દેહને ભચાવ નિવાસસ્થાન ખાતે લાવી હિન્દુરિવાજ મુજબ અંતિમ વિધિની રસમ શરૂ કરવામાં આવી. પરંતુ ઉપસ્થિત પરિવારજનોમાં અંતિમ ક્રિયા ને લઈ સંદેહ હતો. કારણ કે સદગત ને સંતાનમાં પુત્રીઓ હતી, જોકે સમાજના લોકોએ પુત્રીઓને હિંમત આપી અંતિમવિધિ માટે કહેતા પુત્રીઓએ પણ પોતાના પ્રાણ પ્યારા પાલનહાર પિતાને ભારે હૈયે વિદાય આપીને ચિતાને અગ્નિદા આપ્યો હતો.
આ સમયે લોહાણા સમાજના મોટી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનોએ પુત્રીઓની હિંમતને નમ આખો સાથે બિરદાવી હતી. નવીનભાઈ ના નાના ભાઈ અનિલ ઠક્કર વર્ષોથી પ્રભાત ફેરી દ્વારા વિવિધ વસ્તુઓનું એકત્રીકરણ કરી જીવદયા ની પ્રવૃત્તિ કરે છે. જેમાં તેમના ભાઈ માર્ગદર્શક સાબિત થયા હતા, નવીનભાઈના ધર્મ પત્ની મધુબેન અને મોટી પુત્રી પ્રિયાનું વર્ષ 2001 ના ભૂકમમાં નિધન થયું હતું.
ત્યારબાદ પુત્રીઓ જલ્પા, નિશા અને રુચિની પરવરીશ કરી સ્નાતક બનાવી હોવાનું વેપાર હરેશ જોબનપુત્રાએ કહ્યું હતું. ભચાઉ લોહાણા મહાજન પ્રમુખ હર્ષદ કાથરાણીએ પણ પુત્રીઓની હિંમતને વંદન કરી બીરદાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment