પિતાનું મૃત્યુ થયું એવી વાત દીકરીને ખબર પડતા દીકરી ગુમાવી બેઠી હોશ,અંતે દીકરીને થયું એવું કે…

Published on: 6:34 pm, Tue, 14 September 21

કહેવાય છે કે દીકરાને જેમ માતા પ્રત્યે લાગણી હોય છે એમ દીકરીને પોતાના પિતા પ્રત્યે ખુબ જ લાગણી હોય છે.મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાંથી એક હ્રદયસ્પર્શી સમાચાર સામે આવ્યા છે. પિતાની અંતિમ સંસ્કાર પહેલા પુત્રીનું મોત થયું હતું.

તેના પિતાની છેલ્લી નજર પણ ન જોઈ શકે અને આ દીકરી દુનિયા છોડીને ચાલી ગઈ. આ પરિવારના ઘરમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.તેઓ હજી સમજી શક્યા પણ નથી કે તેઓ પર આવી આફત આવી ગઈ છે.

આ હૃદયસ્પર્શી સમાચાર ભિંડ જિલ્લાના મેહગાંવ પોલીસ સ્ટેશન વિસ્તાર નો છે. ત્યાં રવિવારના રોજ નીલમ શર્મા ને ખબર પડી કે તેમના પિતા ભગવાનના ધામમાં ચાલ્યા ગયા છે.

તેથી આ પિતા ની લાડલી દીકરી હોશ ગુમાવી બેઠી હતી. તેના ભત્રીજા સાથે બાઇક પર સવાર થઇ અને તેના પિતાના અંતિમ દર્શન જોવા માટે નીકળી હતી.મેહગાંવ નજીક મધ્યમાં તે બ્રેકર પર અસંતુલિત બન્યા પછી તે રસ્તા પર પડી ગઈ હતી.

માથામાં ગંભીર ઇજા પહોંચી હતી, સ્થાનિક લોકો ગમે તે રીતે તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં પહોંચતા તે તેના પિતા પાસે પહોંચી ગઈ હતી.

નીલમના મૃત્યુના સમાચાર તેના પરિવારના સભ્યોને જાણ થતાં તેના ભાઈઓ રડવા લાગ્યા હતા.તેમને પહેલા પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા ત્યારબાદ બહેન ના અંતિમ સંસ્કારમાં જવા માટે સ્યોંડા ગામ જવા રવાના થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!