હાલમાં ગુજરાત રાજ્યમાં ચારેય બાજુ સારો વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક નદી-નાળાઓમાં નવા પાણીની આવક થઈ છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જ્યાં નદીમાં અચાનક પાણીની આવક વધી ગઈ હોય અથવા તો કોરી પડેલી નદીમાં અચાનક પાણી આવી ગયું હોય.
ત્યારે હાલમાં બનેલી તેવી જ ઘટના સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના તાલોદ તાલુકાના ધનિયોર ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં કેટલાક લોકો ટ્રેક્ટર લઈને રેતી ભરવા માટે ગયા હતા. ત્યારે અચાનક જ નદીમાં પાણી આવી જાય છે અને ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થઈ જાય છે.
આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મેશ્વો નદી પર તલોદ નજીક ગોરાઠીયા અને જવાનપુરા બેરેજ આવેલ છે. મળતી માહિતી અનુસાર ઉપરવાસમાં અતિ ભારે વરસાદ પડવાના કારણે નદીમાં પાણી આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર તલોદ તાલુકાના ધનિયોર ગામ નજીક એક ટ્રેક્ટર નદીમાં રેતી ભરવા માટે ગયું હતું. જ્યારે લોકો ટ્રેક્ટરમાં રેતી ભરી રહ્યા હતા ત્યારે અચાનક જ મેશ્વો નદીમાં પાણી આવતું જોવા મળે છે. આ દ્રશ્યો જોઈને તે લોકો ટ્રેક્ટરને બહાર કાઢવાનો પ્રયત્ન શરૂ કરી દે છે. પરંતુ જોતે જોતા માં નદીનું પાણી ટ્રેક્ટર પાસે આવી પહોંચે છે.
તેથી ત્યાં હાજર તમામ લોકો તાત્કાલિક ટ્રેક્ટર ત્યાં જ મૂકીને કાંઠે આવી જાય છે. ત્યારબાદ આખું ટ્રેક્ટર નદીમાં તણાઈ જાય છે. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે તણાયેલું ટ્રેક્ટર ધનિયોરથી એક કિલોમીટર દૂર મળી આવ્યું હતું. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નદીમાં કેટલાક લોકો ટ્રેક્ટર લઈને રેતી ભરવા માટે ગયા હતા, ત્યારે અચાનક જ નદીનું પાણી આવી જતા બન્યું એવું કે – જુઓ ચોકાવનારો વિડિયો pic.twitter.com/aqdwUJ6tsC
— GUJJU ROCKZ (@gujju_rockz) July 14, 2022
મળતી માહિતી અનુસાર સિંચાઈ વિભાગ દ્વારા નદીમાં પાણી આવતા તલોદના 10થી પણ વધારે ગામને સતત રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી. નદી કિનારે નહીં જવાની સૂચના પણ આપવામાં આવી હતી. છતાં પણ આ લોકો નદીમાં રેતી ભરવા માટે ગયા હતા. સદ્નસીબે આ ઘટનામાં કોઈને કંઈ થયું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment