આજરોજ સુરતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આવ્યા હતા. વર્ષ 2019 ની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી પર આરોપ લગાવવામાં આવ્યો હતો તેઓએ મોદી સમાજનું અપમાન કર્યું હતું. રાહુલ ગાંધી ચૂંટણી સભાને સંબોધન દરમિયાન ચોર ની અટક’મોદી’ કેમ હોય છે.
સુરતના ધારાસભ્ય પર્ણેશ મોદીએ રાહુલ ગાંધી પર માનહાનિનો આક્ષેપ લગાવ્યો હતો. રાહુલ ગાંધી કોર્ટમાં એક કલાક હાજરી આપ્યા બાદ તરત જ એરપોર્ટ રવાના થયા છે.
આખી સુનાવણીમાં રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે રાહુલ ગાંધીએ કહ્યુ કે મને નથી ખબર..મને નથી.. ખબર એવો જવાબ આપ્યો હતો. આ ઉપરાંત રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે તમે મોદી સમાજની ચોર કર્યો.
ત્યારે રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યું કે હું બોલ્યો જ નથી કોર્ટમાં રાહુલ ગાંધી નું વધારાનું સ્ટેટમાં લેવામાં આવ્યું હતું. જેની વધુ સુનાવણી 12મી જુલાઇ હાથધરાનાર છે. ત્યાર બાદ રાહુલ ગાંધી એરપોર્ટ રવાના થયા હતા.
કર્ણાટકની સભામાં રાહુલ ગાંધીએ મોદી ચોર હોવાની ટીપ્પણી કરી હતી. જેમાં રાહુલ ગાંધી એ નિરવ મોદી, લલિત મોદી સહિતના નામો લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કોભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા.
જેને લઇને સુરતના ધારાસભ્ય એ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેઓનું કહેવું છે કે રાહુલ ગાંધીએ સમગ્ર મોદી સમાજ ને ચૌર કર્યું છે તેથી સમાજની લાગણી દુભાઇ છે. તેથી તેમને કોર્ટમાં કેસ કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment