ગુજરાતના આ ગામમાં પાણીની મોટી સમસ્યા છે તે વાતની જાણ ખજૂર ભાઈને થતા, ખજૂર ભાઈ પોતાની ટીમ સાથે ગામ પહોંચ્યા અને કર્યું એવું કે…

મિત્રો આપ સૌ ગુજરાતમાં સોનુ સૂદ તરીકે જાણીતા એવા ખજૂર ભાઈ ને જાણતા જ હશો કે જેવો આજે ખૂબ જ મોટા પાયે સેવાનું કામ કરી રહ્યા છે. અને તેમના લોકો વખાણ પણ કરી રહ્યા છે. ખજૂર ભાઈ કે જેવો આજે જરૂરિયાત મંદ લોકોની સેવા કરી રહ્યાં છે. ત્યારે કહીએ તો આજે નીતિન જાની એવા ખજૂર ભાઈ કે તેમણે સૌના દિલ જીતી લીધા છે અને ખૂબ જ સેવાનું કામ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ તો હાલ સુધી તેમણે 197 મકાનો બનાવ્યા છે,ત્યારે વાત કરતાં જણાવીશ તો તેમણે પોતાના ખીસ્સાના કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે. એક સેવા ના કામ માટે. ત્યારે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે. ત્યારે બધા જ લોકોને પાણીની સમસ્યા સર્જાઈ છે. ગુજરાત રાજ્યનું ચેરાપુંજી મનાતા કપરાડા તાલુકામાં અત્યારથી જ પાણીની સમસ્યાઓ દેખાઈ આવી છે.

ત્યારે આ ગામના લોકોને જંગલો અને પહાડોમાં રઝડપાટ કરવો પડે છે. અને આ ગામની મહિલાઓ એક બેડુ પીવાના પાણી માટે જીવને જોખમે પણ પહાડી વિસ્તારોમાં જઈને પાણી એકત્ર કરે છે.અને ઘણા એવા ગામો પણ છે કે જ્યાં બિલકુલ પાણી જોવા નથી મળતું અને પાણીને લગતી મોટી-મોટી સમસ્યાઓ ઊભી થઈ છે. ત્યારે ખજૂર ભાઈ એ એકદમ વિષે ખબર પડી ત્યારે તેમની મદદ માટે દોડી ગયા.

બધા જ લોકોને પાણીની મોટી સમસ્યા આવે છે. તેવું ગામલોકો દ્વારા જણાવવામાં આવતા તેમની મદદ માટે ખજૂરભાઈ પહોંચી ગયા અને ગામ એટલે કે કપરાડા તાલુકાનું ગોટવાડ ગામ કે જ્યાં એક જ કુવો છે. પણ પાણી નથી આવે છે. પણ થોડું થોડું પાણી આવે છે. આ ગામના લોકોને પાણી માટે એકથી બે કલાક સુધીની લાઈન મારીને પાણી કરવું પડે છે.

અને કહીએ તો આ ગામની પાણીની પરિસ્થિતિ ખૂબ જ હતી ત્યારે ખજૂર ભાઈ ત્યાં પહોંચીને બધા લોકોને પૂછપરછ કરી તેમની તકલીફો જાણીને તેમની સહાય માટે તેમણે કુવા નું કામ ચાલુ કરી દીધું અને ખૂબ જ મોટું સેવાનું કાર્ય કર્યું હોય ત્યારે આવા ખજૂર ભાઈ જેવા વ્યક્તિ ને દિલથી સલામ કરીએ છીએ.

ખજૂર ભાઈ આવી રીતે ગામો સુધી જઈને લોકોને તકલીફ જાણી ને સેવા કરી રહ્યા છે. ત્યારે તેમણે માત્ર ગુજરાતમાં જ નહિ પણ સમગ્ર દેશમાં પોતાનું નામ સેવા કાર્યને લઇને આગળ લાવ્યા છે. અને લોકોની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*