સમગ્ર ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે કચ્છમાં આવેલા કબરાઉ ખાતે આવે છે. કચ્છ જિલ્લાના સામખયાળીથી લગભગ 40 કિલોમીટરના અંતરે ભચાઉ તાલુકામાં આ માતાજીનું સ્થાન આવેલું છે અને અહીં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શન કરવા માટે અહી આવે છે.
આપણે અવારનવાર સોશિયલ મીડિયા પર માં મોગલના પરચા વિશે સાંભળ્યું છે અને કહેવાય છે કે, માતાજીનું માત્ર નામ લેવાથી આપણી દરેક મનોકામનાઓ પૂરી થાય છે ત્યારે આ જગ્યા પર આ તીર્થ સ્થાને વિદેશમાંથી પણ લોકો આવીને દર્શન કરે છે.
આજ સુધીમાં માં મોગલના અનેક પરચાઓ છે જેના વિશે સાંભળીને માતાજી પ્રત્યેની તમારી શ્રદ્ધા વધી જશે. આજે અમે તમને સુરતથી એક મહિલા જેમનું નામ દયાબેન હિરપરા હતું. તેઓ માતાજી મોગલના દર્શન કરવા અને પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છના કબરાઉ ખાતે પહોંચ્યા હતા.
આ સુંદર ચમત્કાર વિશે જાણવામાં આવે તો તેમના પતિનો ધંધો બરાબર ચાલતો નહોતો અને સતત આર્થિક નુકસાની થઈ રહી હતી. આ દરમિયાન, મહિલાએ માતાજી મોગલની માનતા રાખી હતી કે જો માતાજી મારા પતિનો ધંધો બરાબર ચાલવા લાગશે તો હું તમારા સ્થાને આવીને દર્શન કરીશ.
થોડા જ દિવસમાં માતાજી તેમની પ્રાર્થના સાંભળી લીધી અને ધંધામાં બરકત આવવા માંડી. મહિલા તેના પતિ સાથે કબરાઉ માતાજીના દર્શને તો આવ્યા અને મણીધર બાપુના આશીર્વાદ પણ લીધા અને તેમની સામે 5100 મૂક્યા હતા.
ત્યારે બાપુએ જણાવ્યું કે, બહેન અહીં તો એક રૂપિયો પણ લેવામાં આવતો નથી. તું આ પૈસા તારી દીકરી અને તારી નણંદને આપી દેજે. આવી જ રીતે જો મિત્રો તમે પણ સાચા મનથી માં મોગલને યાદ કરશો તો તમારું ગમે તેવું અટકેલું કામ પૂર્ણ થશે.