દીકરાની બંને કિડની ફેલ થઈ જતા, પિતાએ કિડનીનું દાન આપીને પોતાના દીકરાને નવું જીવનદાન આપ્યું…

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના મેવાડા ગામમાં બનેલો આ કિસ્સો સાંભળીને તમારું દિલ પણ ખુશ થઈ જશે. અહીં એક પિતાએ પોતાની કિડનીનું દાન કરીને એક દીકરાને નવું જીવનદાન આપ્યું છે.

વાત કરીએ તો મેવાડા ગામમાં રહેતા રામભાઈ નામના વ્યક્તિએ પોતાના દીકરા મહેન્દ્રને ભણાવી ગણાવીને મોટો કર્યો. પછી પોતાના દીકરાના લગ્ન કરાવીને તેનું ઘર પણ વસાવી આપ્યું. મહેન્દ્રભાઈ ત્રણ બાળકોના પિતા છે. ત્યાર પછી તો અચાનક જ મહેન્દ્રભાઈ ની તબિયત બગડવા લાગી હતી.

પછી જ્યારે મહેન્દ્રભાઈની તપાસ કરવામાં આવી ત્યારે તેમની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ છે તેવું જાણવા મળ્યું હતું. આ વાત સાંભળીને પરિવારના સભ્યો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા. પરિવારના બધા સભ્યો ચિંતામાં હતા, આ દરમિયાન મહેન્દ્રભાઈના પિતા રામભાઈ જીવનદાતા બનીને સામે આવ્યા હતા.

તેમને કશું પણ વિચારે આ વગર પોતાના દીકરાને કિડનીનું દાન આપવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછી રામભાઈ પોતાની એક કિડની દાન કરીને પોતાના દીકરાને નવું જીવનદાન આપ્યું હતું. જેના કારણે મહેન્દ્ર ભાઈ આજે ખૂબ જ સારી રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે.

એટલા જ માટે મિત્ર કહીએ છીએ કે, પોતાના માતા પિતાની કદર કરજો. કારણકે આપણા પર કોઈ પણ મુશ્કેલી આવી પડશે ત્યારે આપણા માં-બાપ જ આપણી સાથે ઉભા રહેશે અને કશું વિચાર્યા વગર આપણી મદદ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*