મંદિરમાં એક યુવક ચાદર ઓઢીને સુતો હતો, ત્યારે કોબ્રા સાપે યુવક સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો

268

રાજસ્થાનનો એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના બાંસવાડામાં રવિવારના રોજ રાત્રે મંદારેશ્વર મંદિરમાં બનેલી ઘટનાનો સીસીટીવી ફૂટેજ છે. શ્રાવણ મહિનો હોવાના કારણે એક યુવક ભગવાન શંકરના મંદિરમાં ચાદર ઓઢીને જમીન પર સૂતો હતો.

તે દરમિયાન ત્યાં એક સાપ આવે છે અને યુવકની પથારીમાં ઘૂસી જાય છે. મળતી માહિતી મુજબ પથારીમાં મરેલો સાપ લગભગ પાંચ મિનિટ સુધી યુવકના પગ પર જ રહે છે.

થોડીકવાર બાદ યુવક જ્યારે પડખું ફરે છે ત્યારે યુવક અને તેના પગ પર કંઈક હોય તેવું લાગે છે. જેના કારણે યુવક ઊંઘમાંથી જાગીને સીધો ઠેકડો મારે છે.

જ્યારે યુવક ઊભો થાય છે ત્યારે સાપ યુવકની તરફ ઉછળે છે. મળતી માહિતી મુજબ લગભગ 10:00 આસપાસ યુવક મંદિરમાં ચાદર ઓઢીને સુવે છે.

અને 12 વાગ્યાની આસપાસ યુવકની પથારીમાં કોબ્રા સાપ ઘૂસી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો જ્યારે યુવક ઊભો થાય છે ત્યારે સાપ યુવક તરફ હવામાં કૂદકો મારે છે.

ત્યારબાદ થોડા સમય બાદ ત્યાંથી ચાલ્યો જાય છે અને યુવકનો જીવ બચી જાય છે. અને આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો જોઈને ઘણા લોકો દંગ થઈ ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!