જાફરાબાદમાં એક યુવકે ત્રણ યુવકોને અપશબ્દો બોલવાની ના પાડી, ત્યારે ત્રણેયએ મળીને યુવકનો જીવ લઇ લીધો – જાણો સમગ્ર ઘટના

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી જીવ લેવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. ગામમાં મધ્ય રાત્રે ત્રણ યુવકોએ મળીને એક યુવકનો જીવ લઈ લીધો છે. એક વ્યક્તિએ ત્રણ યુવકોને અપશબ્દો બોલવાની ના પાડી હતી.

ત્યારે ત્રણેય યુવકોએ મળીને તે વ્યક્તિ સાથે ઝઘડો કર્યો હોત. છેવટે ત્રણેય મળીને ધારદાર વસ્તુઓ વડે યુવકનો જીવ લઇ લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઘટનાના પગલે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા હતા.

આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ જુસબભાઈ હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી. નજીવી બાબતે ત્રણ યુવકોએ મળીને જુસબભાઈનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતા સમગ્ર પથકમાં ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃત્યુ પામેલા જુસબભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃતક યુવકના પરિવારજનો ની ફરિયાદના આધારે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે ત્રણ યુવકો મચ્છી માર્કેટમાં અપશબ્દો બોલી રહ્યા હતા.

આ જુસબભાઈ તેમને અપશબ્દ બોલવાની ના પાડે છે. જેને લઈને આરોપી યુવકો અને જુસબભાઈ વચ્ચે ભારે માથાકૂટ થઇ ગઇ હતી. માથાકૂટ એટલી વધી ગઈ કે ગુસ્સામાં ભરાયેલા ત્રણેય યુવકોએ ધારદાર વસ્તુ વડે જુસબભાઈ પર પ્રહાર કર્યા હતા.

આ કારણોસર જુસબભાઈનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. જુસબભાઈનું મૃત્યુ થતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આરોપીની યુવકોની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*