મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં બનેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક શિક્ષક પાંચ વર્ષની માસુમ બાળકીને પોપટનો સ્પેલિંગ પૂછે છે. ત્યારે બાળકી પોપટનો સ્પેલિંગ બોલતી નથી. પછી શિક્ષકે માસુમ બાળકી સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમને પણ ગુસ્સો આવી જશે.
મળતી માહિતી અનુસાર બાળકી પોપટનો સ્પેલિંગ ન બોલી તો શિક્ષકે બાળકીનો હાથ તોડી નાખ્યો. આટલું જ નહીં પરંતુ માસુમ બાળકીને મન ફાવે તેમ થપ્પડો પણ લગાવી. આ કારણસર માસુમ બાળકની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડે. આ ઘટના મધ્યપ્રદેશના ભોપાલમાંથી સામે આવી રહી છે. ભોપાલના હબીબગંજ વિસ્તારમાં પાવર હાઉસ પાસે ઈ-6 અરેરા કોલોનીમાં ભાનુ પ્રતાપસિંહ પોતાના પરિવાર સાથે રહે છે.
તેઓ એક પ્રાઇવેટ જોબ કરે છે અને તેમની બહેનની 5 વર્ષની દીકરી પ્રિયા ભણવા માટે તેમની સાથે રહે છે. પ્રિયા ઘરની નજીક રહેતા ટીચર પ્રયાગ વિશ્વકર્મા પાસે ટ્યુશન ભણવા માટે જતી હતી. ભાનુ પ્રતાપસિંહનું કહેવું છે કે, 27 ડિસેમ્બરના રોજ પ્રિયા દરરોજની જેમ ટ્યુશનમાં ગઈ હતી. સાંજે લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ મને મારી નાની બહેનનો ફોન આવ્યો હતો.
બેહને મને જણાવ્યું કે પ્રયાગ વિશ્વકર્માએ પ્રિયાની મન ફાવે તેમ ધુલાઈ કરી છે અને તેના ચહેરા અને હાથના ભાગે ઈજાના નિશાન છે. ત્યાર પછી હું તરત જ ઘરે પહોંચી ગયો હતો. ઘરે જઈને જોયું તો પ્રિયા ખૂબ જ દર્દથી પીડાઈ રહી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં પ્રિયાનો એક્સરે કરાવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેનો ડાબો હાથ ભાંગી ગયો છે પછી હાથમાં ફેક્ચર કરવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટના બન્યા બાદ ભાનુપ્રતાપે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધણીને આરોપી શિક્ષક પ્રયાગની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પીડિત બાળકી એ જણાવ્યું કે, શિક્ષકે તેને પોપટનો સ્પેલિંગ ન બોલી શકાતા પહેલા તેનો હાથ મરોડયો અને પછી ગાલ પર 6 થી 7 વખત થપ્પડ લગાવી હતી.
ત્યારબાદ બાળકી રડતા રડતા ઘરે આવી હતી અને તેની આખી આ ઘટના પરિવારના લોકોને કીધી હતી. આરોપી શિક્ષકની ઉંમર 9 થી 20 વર્ષની છે અને તે કોલેજમાં અભ્યાસ કરે છે. તે સાથે બાળકોને પણ ટ્યુશન આપતો હતો. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમે જ કહો કે આવા લોકો સાથે શું કરવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment