આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં રથયાત્રાના દિવસે પોણા ત્રણ કિલોના તંદુરસ્ત બાળકને એક 50 વર્ષીય માતાએ જન્મ આપ્યો છે.આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ પોતાના વહાલસોયા ગુમાવ્યા છે. એવામાં જ આ ગાંધીનગરમાં રહેતા 58 વર્ષીય પિતા અને 50 વર્ષિઓ માતાનો લોક સેવા કરતો એકનો એક 26 વર્ષીય પુત્ર પણ ફેફસાના ગંભીર ઇન્ફેક્શનનો ભોગ બનીને મૃત્યુ પામ્યો હતો.
ત્યારે પરિવારમાં એકલતા અનુભવાય રહી હતી. એવામાં જ આ દંપતિ ડિપ્રેશનમાં સરી પડી હતું ત્યારે તેમણે આઈવીએફ ટ્રીટમેન્ટની મદદથી પ્રથમ સાયકલ માસ ગર્ભાવસ્થા રહેતા એ મહિલાએ રથયાત્રાના દિવસે જ પોણા ત્રણ કિલોના તંદુરસ્ત બાળકને જન્મ આપવાની સાથે જ પરિવારમાં ખુશી વ્યાપી. વાત જાણે એમ છે કે ગાંધીનગર આરોગ્ય વિભાગના કર્મચારી અને નિવૃત થયેલા એવા મગનભાઈ ભગોરા કે જેમનું કહેવું છે કે તેમનો કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને મદદ કરતાં અમારા 26 વર્ષીય પુત્રના લગ્ન માટે અમે છોકરી શોધતા હતા.
એવામાં જ મારો પુત્ર કોરોના સંક્રમણમાં આવી ગયો અને ગણતરીના કલાકોમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું, ત્યારે આખો પરિવારમાં અંધારું છવાઈ ગયું હતું. એટલું જ નહીં પરંતુ આ દંપતીને તેના પુત્ર ખોયાનો આઘાત લાગી ગયો હતો.એવામાં જ તેમને એક શિક્ષક મિત્રની સલાહ લીધી અને તેમણે આઈવીએફ ટ્રીટમેન્ટ માટે અમદાવાદના આંબાવાડીમાં પ્લેનેટ વુમનના ડોક્ટર મેહુલ દામાણી અને ડોક્ટર સોનલ દામાનીને મળ્યા ત્યારે તેમણે તેમની સ્થિતિ જાણીને તપાસ બાદ સારવાર શરૂ કરી હતી.
ભગવાન પણ અમારો ગુમાવેલો પુત્ર પરત કરવા માગતો હોય તેવામાં જ એ 50 વર્ષની વયે પણ તેની પત્નીએ પોણા ત્રણ કિલોના તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો. જેનાથી તેનો એકનો એક પુત્ર કોરોનામાં ગુમાવ્યો તેની કમી ના રહે અને પરિવાર ભર્યો ભર્યો રહે.એવા જ ડોક્ટર મેહુલ દામાણીનું કહેવું છે કે 50 વર્ષની સ્ત્રીને પ્રેગ્નન્સી વખતે ઘણા કોમ્પ્લિકેશન થાય છે.
આવું મારે ઘડપણ નો સહારો શોધવાની આશાએ આ ભગોરા દંપતી આવી પહોંચ્યો હતો. એવા જ એ મહિલાના ગર્ભાશયની સ્થિતિ સાનુકૂળ હોવાથી તેને ચોક્કસ પ્રકારના ડોઝ આપતા ગર્ભાવસ્થા રહ્યો. નવ મહિના પછી પહેલી જુલાઈને રથયાત્રાના દિવસે જ એ મહિલાએ સિઝેરિયન થી પોણા ત્રણ કિલોના તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો ત્યારે હવે એ પરિવારમાં એકલતાના અનુભવાય તે માટેની ખુશી વ્યાપી ગઈ હતી.
વાત જાણે એમ છે કે સરકારે ધ આઈસી સ્ટેડ રીપરોડકટિવ ટેકનોલોજી એક્ટ પસાર કર્યો હતો.એવામાં 50 વર્ષથી વધુ વયની મહિલા આઈવીએફ સારવાર થઈ શકશે નહીં તેવું કહ્યું હતું એવામાં જ આ દંપતિનો સાથ પોતે કુદરત આપતી હોય તે રીતે ગત વર્ષે આ મહિલાની આવીએફ સારવાર કરવામાં આવી હતી પરંતુ સમયસર એ સારવાર થતાં તેણે એક બાળકને જન્મ આપ્યો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment