મિત્રો ભાવનગરમાં આવેલ મહુવા માર્કેટયાર્ડમાં 9 એપ્રિલના રોજ વિવિધ પાકોની આવક નોંધાઈ હતી. જેમાં એરંડા,જુવાર,બાજરી,સિંગ,ઘઉં, મકાઈ,અડદ,મગ,ધાણા,સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ સફેદ ડુંગળી અને નાળિયેરની આવક થઈ હતી.
માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની અરાજી કરવામાં આવી હતી જેમાં પ્રતિ એક મણના 371 થી 917 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી જેમાં પ્રતી એક મણના નીચા ભાવ 300 રૂપિયા રહ્યા હતા અને ઉંચા ભાવ 543 રૂપિયા સુધીના નોંધાયા હતા.
માર્કેટિંગ યાર્ડમાં તલના 2551 સુધીના ભાવ નોંધાયા હતા અને તલના ભાવની પણ સાથે સાથે વાત કરી દઈએ તો તેના એક મણના ભાવ 1028 થી 1487 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા અને માર્કેટ યાર્ડમાં લીલા નારિયેળ ની 29850 નંગ ની આવક થઈ હતી
અને સો નંગના નીચા ભાવ 477 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 2,000 રૂપિયા સુધી નોંધાયા હતા.આમ તો દર વખતે લોકો ઉનાળાની અંદર મરી મસાલાથી લઈને ઘઉં સુધીનું સ્ટોર કરતા હોય છે
અને હાલમાં આપને ઉપર જણાવ્યા મુજબ રાજ્યની માર્કેટયાર્ડમાં ભાવ ઘઉંના ચાલી રહ્યા છે ત્યારે બજારમાં જો વાત કરવામાં આવે તો લોકોને 500 થી 650 રૂપિયા સુધીમાં ઘઉંની ક્વોલિટી પ્રમાણે મળી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment