ગુજરાત રાજ્ય માં લોકડાઉન લાગશે કે નહિં તેની ચર્ચા વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, દેશમાં કોઇ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન નથી અને આમ કહીને તેઓએ સંકેત આપ્યો કે રાજ્યમાં હાલ લોકડાઉન લાગવાની સંભાવના નથી.
લોકડાઉન પુછાયેલા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, મહાનગરો અને નગરો મળીને 20 સ્થળોએ રાત્રી કરફ્યુ છે તો સ્થાનિક લોકો વેપારી સંગઠનો અને નગરપાલિકાઓ પોતાની રીતે સ્વયંભૂ બજારો અને શહેરો બંધ રાખવાનો નિર્ણય કરી રહી છે.
કોઈ વિકેએન્ડ લોકડાઉન પણ કરી રહ્યા છે. નાગરિકો ભીડ એકત્ર ન થાય તે માટેના પ્રયત્ન પણ કરી રહ્યા છે.રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના 11,403 નવા કેસ નોંધાયા છે.
તો સંક્રમણના કારણે 117 લોકોના મોત નિપજ્યા છે અને આ સાથે 4179 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,41,724 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.
રાજ્યમાં એક્ટિવ કેસ ની સંખ્યા વધીને 68000 ને પાર પહોંચી ગઈ છે.જેમાંથી 341 લોકો વેન્ટીલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે.
વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 89,59,960 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 14,79,244 લોકોને કોરોના ની રસી નો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
આમ ફૂલ 1,0439,204 લોકોને રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યની રૂપાણી સરકારે વેક્સિનેશન કાર્યક્રમ વધારે ઝડપી બનાવવાના આદેશ પણ આપ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment