હાલમાં રાજકારણમાં ખૂબ જ મોટી ઊથલપાથલ ચાલી રહી છે. ગત નવેમ્બર મહિનામાં અમદાવાદના જોધપુર વિસ્તારમાં કોંગ્રેસના એક નેતાના ઘરે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નરેશ પટેલ સહિત ગુજરાતના પાટીદાર સમાજના એવા નેતાઓ સામેલ થયા હતા. જે કોંગ્રેસ સાથે સંકળાયેલા છે.
કોંગ્રેસની આ બેઠકમાં પાટણના ધારાસભ્ય કીરીટ પટેલને બાદ કરતા તમામ પાટીદાર ધારાસભ્યો હાજર હતા. આ બેઠકમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ આ બેઠક નરેશ પટેલની આગેવાનીમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ત્રણ સરહદો પર ચર્ચાઓ થઈ હતી.
જેમાં પ્રદેશ પ્રમુખ કોઈ ઓબીસી નેતાને બનાવવામાં આવે અને વિપક્ષ નેતાની કમાન કોઈ ટ્રાયબલ એરીયા ના ધારાસભ્ય ને સોંપવામાં આવે. આ ઉપરાંત ગુજરાતમાં ઓબીસી નેતાઓ કે જેમણે ગુજરાતની કોંગ્રેસને પોતાના બાનમાં લઇને રાખી છે. તે નેતાઓને સાઈડલાઈન કરી દેવામાં આવે.
અને તમામ જવાબદારીઓ નવા નિર્માણ કરેલા નેતાઓને આપવામાં આવે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ઇલેક્શન કેમ્પેઇન કમિટીના ચેરમેન પદ નરેશ પટેલની આપવામાં આવી અને જૂના નેતાઓને સાઈડલાઈન કરીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે. આ બેઠકમાં નરેશ પટેલ દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી હતી. જેથી તેઓ કોંગ્રેસમાં પ્રવેશતા અટકતા હતા.
પહેલી શરત હતી કે ચૂંટણી સમિતિમાંથી ભરતસિંહ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, મધુસુદન મિસ્ત્રી સહિતના નિષ્ફળ નેતાઓને સાઇન કરી દેવામાં આવે. બીજી શરત હતી કે દિલ્હીની મંજૂરી નહીં પણ ગુજરાતના સર્વેના આધારે સર્વ માન્ય વ્યક્તિઓને ટિકિટની ફાળવણી કરવામાં આવે. નરેશ પટેલ ની બીજી શરત હતી કે ઇલેક્શન કેમ્પેઇન કમિટીના ચેરમેન પોતાને બનાવવામાં આવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment