લગ્નમાં વરરાજાની સામે પ્રેમીએ દુલ્હન સાથે કર્યું એવું કે, જાનૈયાઓ ભડક્યા – જુઓ વિડિયો

424

ઉત્તર પ્રદેશમાં લગ્ન પ્રસંગમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ઉત્તરપ્રદેશના ગોરખપુર માંથી સામે આવી છે. આ ઘટના જોઈને લગ્નમાં આવેલા જાનૈયાઓ ચોંકી ગયા અને હાલમાં ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ટેજ પર જાનૈયાઓ હાજર છે. અને લગ્નની વિધિ ચાલી રહી છે. વર-વધુ એકબીજાને હાર પહેરાવી રહ્યા છે. ત્યારબાદ દુલ્હન દુલ્હન પગે લાગે છે.

ત્યારે કંઈક એવું થાય છે કે લગ્નમાં હાજર તમામ જાનૈયાઓ ચોંકી જાય છે. અને આ ઘટના એવી બની કે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે અચાનક સ્ટેજ પર આવીને દુલ્હન નો પ્રેમી દુલ્હન ની સામે દુલ્હનની માંગ ભરી દે છે. ત્યારે દુલ્હન તેના પ્રેમીને દૂર કરવાનો પ્રયાસ કરતી દેખાય છે. પરંતુ પ્રેમી તેના જોરથી દુલ્હનને પકડીને ઊભી રાખે છે.

આ જોઈને આસપાસના ઉભેલા જાનૈયાઓને ગુસ્સો આવી જાય છે અને તેઓ યુવકની ધોલાઇ કરી નાખે છે. ત્યારબાદ લગ્નમંડપમાં ધમાચકડી મચી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.