મોરબીમાં રવિવારના રોજ બનેલી દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશની જનતાને હચમચાવી દીધી છે. મોરબીમાં રવિવારના રોજ 6:30 વાગ્યાની આસપાસ અચાનક જ ત્યાં આવેલો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. આ કારણસર પુલ પર હાજર તમામ લોકો એક સાથે પાણીમાં ખાબકીયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ઝુલતો પુલ તૂટ્યો તેનો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થયો હતો. ત્યારે આ ઘટનાને લઈને વધુ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પૂલ તૂટ્યા બાદનો છે. જેમાં તમે જોઈ શકો છો કે લોકો તારને પકડીને મોતને હાથ તાળી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જ્યારે સૂર્યનારાયણ આથમણી દિશામાં ડૂબી રહ્યો હતો ત્યારે પાણીમાં અનેક જિંદગીઓ આથમી ગઈ હતી. થોડાક દિવસો પહેલા આ પુલ પર આનંદ અને ઉમંગનો કિલ્લોલ ગુંજતો હતો. પરંતુ રવિવાર ના રોજ સાંજે પુલ તૂટી પડતા મરણચીસો ગુંજી ઉઠી હતી.
જેનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે પાણીમાં ડૂબી રહેલા લોકો કેવી રીતે પોતાનો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યા છે. ઘણા લોકો પુલનો તાર પકડીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર બે કડાકા થઈને ઝુલતો પુલ તૂટી પડ્યો હતો.
આ ઘટના બનતા જ ચારે બાજુમાં તમે છવાઈ ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ એક મહિલા રડતી રડતી કહેતી હતી કે, “મારો બાળક, મારો પુત્ર, કોઈ તો કહો ક્યાં છે..” વિધાતાનો આ તો કેવો કોપ? આ ઘટનામાં ઘણી માતાના લાડકવાયા સંતાનો છીનવાઈ ગયા અને ઘણા બાળકોએ માતા-પિતા ગુમાવ્યા.
મોરબીના ઝુલતા પૂલ તૂટવાનો લાઈવ વિડિયો, જોત-જોતામાં એક સાથે પુલ પર ઉભેલા બધા લોકો…જુઓ ઘટનાનો લાઈવ વીડિયો pic.twitter.com/hNiCMjGsZV
— GUJJU ROCKZ (@gujju_rockz) October 31, 2022
ગઈકાલે આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા લોકોની સંભાળ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા હતા. હજુ પણ પાણીની અંદર મૃતદેહની શોધખોળ ચાલુ છે. આ ઘટનાના કારણે અનેક હસતા ખેલતા પરિવારો વિખરાઈ ગયા છે. ઘણા બધા ગામોમાં આ ઘટનાના કારણે માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર પૂલ ઉપર તેની કેપીસીટી કરતાં પણ વધારે લોકો હતા જેના કારણે આ ઘટના બની હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment