આમાં માસુમ બાળકનો શું વાંક..? સુરતમાં એક જન્મેલા બાળકને ઘરમાંથી નીચે ફેંકી દીધી…જુઓ ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ…

સુરતમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. સુરતના મગદલ્લા ગામમાં આવેલા પંચ કુટીર સ્ટ્રીટમાંથી એક નવજાત બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું. વહેલી સવારે વૃદ્ધ હાલતમાં બાળક મળી આવતા ચારેબાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાળકને બિલ્ડીંગ ની ઊંચાઈ પરથી નીચે ફેકવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર આ ઘટનાને સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને ઉમરા પોલીસે મૃત્યુ પામેલા બાળકની માતાની સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે પંચકુટરી સ્ટ્રીટના રસ્તા પરથી એક નવા જન્મેલા બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું.

આ નવજાત બાળકને તેની માતા કે પરિવાર દ્વારા ત્યાજી દેવામાં આવ્યું છે. બાળકે તો હજુ દુનિયામાં સરખી રીતે શ્વાસ પણ નથી લીધો ત્યાં તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે. જેને બાળકને જન્મ આપ્યો તે જ માતાએ બાળકનો જીવ લીધો તેવું કહેવામાં આવી રહ્યું છે.

સમગ્ર ઘટના બન્યા બાદ ઉમરા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એક ઊંચી બિલ્ડિંગ પરથી બાળકને નીચે ફેંકી દેવામાં આવ્યું છે. તમે સીસીટીવી ફૂટેજ માં જોઈ શકો છો કે મોડી રાત્રે સૂમસામ રસ્તા ઉપર અચાનક જ બાળકની નીચે ફેંકી દેવામાં આવ્યું હતું.

આ ઘટનાની જાણ વહેલી સવારે લોકોને થઈ હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ ઉમરા પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે માતાએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકને ત્યાગી દીધું છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી છે. પોલીસે એક શંકાપદ યુવતીની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*