ઓમકારેશ્વર નર્મદા કેનાલમાં ન્હાવા ગયેલી યુવતીઓ સાથે બન્યું એવું કે, 4 યુવતીઓના કરૂણ મૃત્યુ – દીકરીઓના પરીવારજનો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડયા..

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ધોરણ 5માં ભણતી 4 દીકરીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ ઓમકારેશ્વર કોઠી ગામમાં કેનાલમાં નાહતી વખતે 4 દીકરીઓ ડૂબી ગઈ હતી. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી દીકરીઓ ખરગોન-બરવાનીના આદિવાસી જંગલમાંની રહેવાસી હતી. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીનીઓ કોઠીમાં સાધ્વી ઋતંબરાના પરમશક્તિ પીઠ આશ્રમમાં રહીને અભ્યાસ કરતી હતી. આ દુઃખદ ઘટના બુધવારના રોજ લગભગ સવારે સાત વાગ્યાની આસપાસ બની હતી.

મળતી માહિતી અનુસાર આશ્રમની 11 વિદ્યાર્થીનીઓ સવારે સાત વાગ્યાની આસપાસ આશ્રમની પાછળ આવેલી નર્મદા કેનાલમાં ન્હાવા માટે ગયા હતી. મળતી માહિતી અનુસાર પાંચ વિદ્યાર્થીઓ આશ્રમમાં પછી પરત ફરી હતી. 6 વિદ્યાર્થીનીઓ માંથી એક વિદ્યાર્થીનો પગ લપસ્યો હતો અને તે કેનાલમાં પડી ગઈ હતી.

તેને બચાવવા માટે ત્યાં હાજર અન્ય પાંચ વિદ્યાર્થીઓ કેનાલમાં કૂદી પડી હતી. ત્યારે જેમાંથી બે વિદ્યાર્થીનીઓ સલામત રીતે કિનારા પર પરત આવી હતી. પરંતુ 4 વિદ્યાર્થિનીઓ કેનાલના ઉંડા પાણીમાં ડૂબી ગઈ હતી. આ કારણોસર તેમના કરૂણ મૃત્યુ થયા હતા. આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ફાયર વિભાગની ટીમે મૃત્યુ પામેલી વિદ્યાર્થિનીઓના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા. મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીઓની ઉંમર અંદાજે 10 થી 11 વર્ષ વચ્ચે હતી. આ ઘટના બનતા જ જ્યારે એના પરિવાર જણાવવા માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી વિદ્યાર્થીનીઓ આશ્રમમાં અભ્યાસ કરતી હતી.

એક જ ગામની ચાર વિદ્યાર્થીનીઓના મૃત્યુ થતા આખા ગામમાં માતમ છવાઇ ગયો હતો. આ ઘટનામાં વૈશાલી, પ્રતિજ્ઞા, દિવ્યાંશી અને અંજલિ નામની દીકરીઓના મૃત્યુ થયું છે. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દીકરીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ થયા બાદ તેમના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*