ચાલતી બસમાંથી નીચે ઉતરતી વખતે યુવક સાથે થયું એવું કે, યુવકનું કરુણ મૃત્યુ…જુઓ ઘટનાના CCTV ફૂટેજ…

Published on: 2:54 pm, Tue, 28 June 22

મિત્રો આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાલતી બસમાંથી નીચે ઉત્તરથી વખતે એક યુવકનું કરુણ મૃત્યુ નિપજ્યું છે. આ ઘટનામાં મોડી રાત્રે ખાનગી બસમાંથી નીચે ઉતરતી વખતે એક યુવક તે જ બસના ટાયર નીચે આવી ગયો હતો.

આ કારણોસર યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના બાડમેર જિલ્લાના આરજીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 25 વર્ષે સતારામ નામના યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર સતારામ મોડી રાત્રે બિકાનેર થી રાજકોટ જતી બસમાં બાલોત્રા મજૂરી કરીને પોતાના ગામ આવી રહ્યો હતો.

આ દરમિયાન લગભગ 12 વાગ્યાની આસપાસ રાત્રે બસચાલકે ચાલતી બસમાં થી યુવકને પોતાના ગામ પાસે ઉતાર્યો. આ દરમિયાન યુવકનો પગ લપસી જતાં યુવક બસના ટાયર નીચે આવી ગયો હતો. આ કારણોસર તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે, ખાનગી બસ ચાલક બસ રોક્યા વગર યુવકને ચાલતી બસમાંથી નીચે ઉતારે છે. આ દરમિયાન આ ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. યુવકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને તેના પરિવારજનોને સોંપવામાં આવશે. આ ઘટના બની ત્યારે બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો