હાથીને બચાવવા ગયેલી રેસ્ક્યુ ટીમ સાથે થયું એવું કે, 4 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો…જુઓ લાઇવ મૃત્યુનો વિડીયો…

51

કટક જિલ્લાના મુંડલી પુલ પાસે નદીમાં ફસાયેલા હાથને બચાવવા ગયેલા રેસ્ક્યૂ ટીમના ચાર જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના શુક્રવારના રોજ બની હતી. શુક્રવારના રોજ એક જંગલી હાથી મહાનદી માં ફસાઈ ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં બે વિભાગના 80 વન અધિકારીઓ અને ઓડીશા ડિઝાસ્ટર રિપોર્ટ એક્શન ફોર્સના સભ્યોએ હાથી ને બચાવવા માટે મોટાપાયે ઓપરેશન શરૂ કર્યું હતું.

ત્યારે હાથી ની મદદ કરવા નદીમાં ઘૂસી ગયેલા બચાવ તેમની બોટ પાણીના ભારે પ્રવાહથી કારણે પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં રેસ્ક્યૂ ટીમના ચાર જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

મળતી માહિતી મુજબ એક વન અધિકારીએ જણાવ્યું હતું કે એક સાથે 17 હાથીઓ નદી પાર કરી રહ્યા હતા તે દરમિયાન ગુરુવારે મોડીરાત્રે ચાડકા બાજુથી મહાનદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ત્યારે પાણીનો જોર વધુ હોવાના કારણે 10 જેટલા હાથીઓ નદીમાં થઈ ગયા હતા. ત્યારે શુક્રવારના રોજ સવારે નદીમાં ત્રણ હાથીઓ જોઈ શકાયા હતા જેમાંથી બે હાથી નદી પાર કરવામાં સફળ રહ્યા હતા પરંતુ એ હાથી પુલ પાસે અટકી ગયો હતો.

મળતી માહિતી મુજબ હતી છ કલાક સુધી નદીના પાણીમાં અટક્યો હતો. ત્યારે રેસ્ક્યુ ટીમ દ્વારા તે હાથીને બચાવવા માટે મોટું ઓપરેશન શરૂ કર્યું હતું અને હાથીને બચાવવામાં રેસ્ક્યૂ ટીમના ચાર જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!