શુક્રવારના રોજ બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં શ્વાસ રૂંધાવાથી બે ભાઈઓના કરોડ મૃત્યુ થયા છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી અને મૃતક બાળકોના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
મળતી માહિતી અનુસાર આ ઘટના ઓખવલિયા ગામની છે. આ ઘટનામાં 10 વર્ષીય મુકેશ કુમાર અને 8 વર્ષીય આકાશ કુમારનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ સાંજના સમયે મુકેશ અને આકાશ અન્ય બાળકો સાથે રમી રહ્યા હતા.
રમતા રમતા મુકેશ અને આકાશ પડોશમાં વર્ષોથી પાર્ક કરેલી જુની કારનો ગેટ ખોલીને તેમાં સંતાઈ ગયા અને કારનો ગેટ બંધ કરી દીધો હતો. ત્યારબાદ મુકેશ અને આકાશે કાર નો ગેટ ખોલ્યો પરંતુ તેનાથી ગેટ ખોલ્યો નહીં. જેના કારણે મુકેશ અને આકાશનું શ્વાસ રૂંધાવાથી કારની અંદર મૃત્યુ નીપજયું હતું.
મળતી માહિતી અનુસાર ઘણા લાંબા સમય બંને બાળકો ક્યાંય જોવા ન મળે તેથી પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન પરિવારજનોને બંને બાળકો ઘરની અંદર બેહોશ હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ બન્નેને તાત્કાલિક કારમાંથી બહાર કાઢવાની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં હાજર તબીબે બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બધા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ત્યાર બાદ પરિવારજનોએ બંને બાળકોને અંતિમ સંસ્કાર કર્યા. મળતી માહિતી અનુસાર એક સાથે બે ભાઈઓના મૃત્યુ થતાં પરિવાર અને આખું ગામ હિબકે ચડયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment