દાહોદમાં ST બસને ઓવરટેક કરતી વખતે એક બાઈક સવાર સાથે થયું એવું કે – જુઓ વિડિયો

107

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. અત્યાર સુધીમાં આ અકસ્માતમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હશે. દાહોદ શહેરની અકસ્માતની એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ દાહોદ શહેરમાં સોમવારના રોજ એસટી બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેમાં ચમત્કારથી બાઈકચાલકનું જીવ બચ્યો હતો.

મારુતિ માહિતી મુજબ એક બાઈક સવાર એસ.ટી.બસને રોંગસાઈડમાંથી ઓવરટેક કરતી વખતે બાઈકચાલક એસટી બસની નીચે ઘૂસી ગયો હતો.

પરંતુ ડ્રાઈવરે યોગ્ય સમયે બ્રેક લગાવી તે કારણોસર બાઇકચાલક બચી ગયો હતો.  આ સમગ્ર ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો જોઈને તમારા રૂંવાટા ઉભા થઇ જશે.

મળતી માહિતી મુજબ આ અકસ્માત દાહોદ શહેર માંથી પસાર થતાં હાઇવે પર સ્માર્ટ સિટીના બોર્ડ પાસે રોંગસાઈડમાંથી આવતા એક બાઈક ચાલકે રોડ પર જઈ રહેલી એસટી બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન બાઈક અને એસટી બસ વચ્ચે ટક્કર થતા બાઇકચાલક એસટી બસની નીચે ઘૂસી ગયો હતો.

અને બાઇક અથડાયા અને દૂર ફેંકાઇ ગઇ હતી. પરંતુ એસટી બસના ચાલકે યોગ્ય સમયે બ્રેક લગાવી દીધી તે કારણોસર બાઇકચાલક બચી ગયો હતો. દાહોદ માં બનેલી આ સમગ્ર ઘટનાનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!