આ ઉંમરે એવું તો શું થયું કે 65 વર્ષના પતિએ પોતાની 60 વર્ષની પત્નીનો જીવ લઈ લીધો – જાણો શા માટે પતિએ આ પગલું ભર્યું…

આજકાલ જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે મેઘરજ તાલુકાના જામગઢમાં એક 65 વર્ષના પતિએ પોતાની 60 વર્ષની પત્નીનો જીવ લઇ લીધો છે. આ ઘટના રવિવારના રોજ રાત્રિના સમયે બની હતી. જ્યારે પત્ની સુતી હતી ત્યારે પતિએ ધારદાર વસ્તુ વડે પત્નીના મોઢા ઉપર પ્રહાર કર્યા હતા.

આ કારણોસર પત્નીનું કરુણ મૃત્યુ થયું હતું. પત્નીનો જીવ લીધા બાદ આરોપી પતિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના દીકરાએ પોતાના પિતા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આરોપી પતિને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર જામગઢના કાંતિભાઈ દોલાભાઈ મનાતના લગ્ન રાજસ્થાનના માલાગામડી ગામના સવિતાબેન સાથે થયા હતા. તેમને સંતાનમાં એક દીકરો છે, જેનું નામ જયંતીભાઈ છે.

મળતી માહિતી અનુસાર લગ્ન બાદ કાંતિભાઈ પોતાની પત્ની સવિતાબેનના ચારિત્ર પર શંકા અને વહેમ રાખીને તેની સાથે ઝઘડો કરતા હતા. ત્યારે ગત રવિવારના રોજ રાત્રે જ્યારે સવિતાબેન સુતા હતા. ત્યારે કાંતિભાઈ ધારદાર વસ્તુ વડે સવિતાબેનના મોઢાના ભાગ પર પ્રહાર કર્યા હતા.

આ કારણોસર સવિતાબેનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ આરોપી કાંતિભાઈ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટનાની માહિતી મળતા મૃતક સવિતાબેનના પિયરીયા પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને મૃતક સવિતાબેનના પુત્ર જયંતીભાઈએ પોતાના પિતા કાંતિભાઈ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આરોપી કાંતિભાઈની શોધ કોણે શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*