ગુજરાત રાજ્ય માં દારૂબંધી હટાવવાની અરજી અંગે જાણો હાઈકોર્ટે શું કર્યો આદેશ?

ગુજરાત રાજ્યમાં દારૂબંધી ને પડકારતી અરજી કોર્ટમાં થઈ છે.ગુજરાતમાં પણ લોકોને દારૂ પીવાની છૂટ મળવી જોઈએ એવી માગણી સાથે રિટમાં સોમવારે સુનાવણી હતી. આ સુનાવણી દરમિયાન રાજય સરકારે રજૂઆત કરી કે આ કેસ લાંબો ચાલે તેમ છે.

તેથી સરકારને જવાબ આપવા વધારે સમય આપવામાં આવે.રાજ્ય સરકાર હાલમાં અન્ય મહત્ત્વના કેસોની સુનાવણી માં રોકાયેલ હોવાથી કોર્ટ તરફથી દસ પંદર દિવસનો સમય આપવામાં આવે એવી સરકારે રજૂઆત કરી હતી.

હાઇકોર્ટ દ્વારા આ રજૂઆત સ્વીકારીને કેસની સુનાવણી 1 માર્ચના રોજ રાખી છે.આ કેસની સુનાવણી દરમિયાન અરજદાર તરફથી એક સિનિયર એડવોકેટ એ હળવાશપૂર્વક રજૂઆત કરતાં કહ્યું હતું કે.

નામદાર હાઇકોર્ટ પોતાની બપોર બગાડીને અમારી રજૂઆત સાંભળે તો અમારી સાંજ સુધારી શકે છે.તેમને ગુજરાતમાં દારૂબંધી હટાવી સામાન્ય લોકો માટે દારૂ પીવાની મંજૂરી આપવાની.

આ મેટર તાત્કાલિક સાંભળવા અરજદાર તરફથી રજૂઆત કરાઇ હતી.આ રજૂઆત અંગે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી કે આ કેસ લાંબો સમય ચાલશે અને સરકાર પણ અન્ય મહત્ત્વના કેસોની સુનાવણી માં રોકાયેલ હોવાથી.

કો તરફ થી 10 થી 15 દિવસનો સમય આપવામાં આવે. હાઇકોર્ટની કેસની સુનાવણી 1 માર્ચના રોજ નિયત કરી છે. ત્યારે આગામી સમયમાં જોવા મળશે કે ગુજરાત રાજ્યમાં દારૂબંધી યથાવત્ રહે છે કે તેમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*