ખેડૂતે એવુ શું કહ્યુ કે પુરુષોત્તમ રૂપાલા અને આર.સી ફળદુની બોલતી થઈ ગઈ બંધ.

332

મારી વચ્ચે ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી દશા થઈ છે. હવે ખેડૂતો ભાજપ સરકાર પર રોષે ભરાયા છે. ખાતર ના ભાવ વધતા મંત્રીઓના ફોનની ઘંટડીઓ રણકવા માંડી છે. ખેડૂતોએ મંત્રીઓ સાથે કરેલી વાતચીતનો ઓડિયો ધૂમ વાયરલ થયો છે.

ખેડૂતે બંને મંત્રીઓને રોકડું પરખાવ્યું હતું કે, ભાજપ ભાષણોથી ચાલશે પણ ખેડૂતોની ખેતી નહીં ચાલે,અમારે ક્યાં જવું. ચૂંટણીની જ રાહ જોતા હતા તમે જ અમને છેતર્યા છે.

ગુજરાતમાં કોરોના મહામારી છે ત્યારે ખેડૂતો માટે માથા સમાચાર એ છે કે ખાતર ના ભાવ માં 700 વધારો થયો છે. સ્થાનિક પંચાયતની ચૂંટણી સુધી ખાતર ના ભાવમાં વધારો નહિ થાય તેવા વચનો અપાયા હતા.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એ મોટા ઉપાડે જાહેરાત કરી હતી પણ પાછલા બારણે થી તા 1 લી મે થી ખાતર નો ભાવ વધારો અમલી બનાવી દેવાયો છે.

જેના કારણે ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે. એક ખેડૂતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા ને ફોન કર્યો હતો કે, પંચાયતની ચૂંટણી વખતે તમારા ભાષણો અમે ધ્યાનથી સાંભળ્યા હતા.

તમે એવું કહેતા હતા કે કોંગ્રેસ ખાતર મુદ્દે રાજકારણ ખેલી રહી છે પણ તમે જાણો ચૂંટણી રાહ જોતા તા હવે ખાતર નો ભાવ વધ્યો છે. હવે અમારે ક્યાં જવું,કોને કહેવું. આ સાંભળીને રૂપાલાએ હા જી હા જી કહીને મૌન રહેવાનું પસંદ કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!