આજરોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ કેવડિયા ખાતે જાણો શું કહ્યું?

Published on: 12:37 pm, Sat, 31 October 20

આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે કડિયા ખાતે તેમની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નો સમારોહ યોજવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલી અર્પણ કરી હતી.પ્રધાનમંત્રી મોદીએ સંબોધન કરતા કહ્યું કે “આજ આંતકવાદના સમર્થનમાં કેટલાક લોકો ખુલીને આવ્યા છે, જે વિશ્વ માટે, માનવતા માટે, ચિંતાનો વિષય છે.તમામ રસ્તે સરકારે આતંકવાદ સામે જૂથ થવાની જરૂર છે.”તેમને કહ્યું કે.

ભારત છેલ્લા કેટલાક દાયકાઓથી આંતકવાદ થી પીડિત છે. તેમને કહ્યું કે આપણે તત્વને ગોતવા ની જરૂર છે જે આપણા દેશની એકતાને તોડે છે.પ્રધાનમંત્રી મોદી આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે શુક્રવારે જ કેવડીયા પહોંચી ગયા હતા.આજરોજ પ્રધાનમંત્રી મોદીની ગુજરાતી મુલાકાત નો બીજો દિવસ છે.

આ પહેલા શુક્રવારે તેમને કેટલીક પરિયોજનાઓ નું લોકાર્પણ કર્યું હતું. રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં પણ આયોજન કરવામાં આવ્યું જેમાં કેન્દ્રીય રિઝર્વ સુરક્ષા દળ, સીમા સુરક્ષા દળ, ભારતીય તિબ્બત સીમા પોલીસ, કેન્દ્રિય.

સુરક્ષા બળ અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ ના જવાનો પણ સામેલ હતા. આ સિવાય સીઆરપીએફના મહિલા અધિકારીઓ દ્વારા રાયફલ ડ્રિલ નું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આજરોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ કેવડિયા ખાતે જાણો શું કહ્યું?"

Leave a comment

Your email address will not be published.


*