મહારાષ્ટ્રમાં કોરોના ના કેસો વધતા ફરી લોકડાઉન ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. ઉદ્ધવ ઠાકરેના સૂત્રો દ્વારા જણાવાયું છે કે લોકડાઉન ની સ્ટેટેજી બનાવો,કલમ 144 અથવા કરફ્યુ થી કામ નહીં ચાલે અને કરફ્યુ થી પણ કહી જ ફેર પડશે નહીં.
હવે તો લોકડાઉન જ માત્ર વિકલ્પ છે. જ્યારે આ મહત્વપૂર્ણ નિવેદન થી મહારાષ્ટ્રના લોકોને શું લોકડાઉન નો સામનો કરવો પડશે અને ઉદ્ધવ ઠાકરેના મુખ્ય સચિવ સીતારામ કુંટેને લોકડાઉન ની સ્ટેટેજી બનાવવાના આદેશ આપ્યા છે. આગામી એક-બે દિવસમાં મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત થઈ શકે છે.
મહારાષ્ટ્રમાં કોરોના ના કેસો ને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક માં 31643 કેસ નોંધાયા હતા જયારે આ દરમિયાન 102 લોકોના મોત નિપજ્યા હતા.
મહારાષ્ટ્રમાં નવા કેસો ની કોરોના ની ફૂલ આંકડો 27,45,518 સુધી પહોંચી છે અને મૃત્યુઆંક 54,283 પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના ના એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો હાલ 3,36,584 સારવાર હેઠળ છે.
કોરોના ને લઈને એક રાત ના સમાચાર પણ સામે આવ્યા છે કે છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન 20854 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા હવે 23,53,307 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં હવે રિકવરી રેટ 85.71 ટકા અને મૃત્યુદર 1.98 ટકા પહોંચ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment