સુરતમાં લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ ટેમ્પા ચાલક અને દુકાનદાર સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો

62

આજકાલ માથાકુટ ની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે સુરત લિંબાયત વિસ્તારની ઝપાઝપી ની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુરતના લિંબાયત માં આવેલા કેશવનગર માં અસામાજિક તત્ત્વોએ બિસ્કીટ ની સેમ્પલ લઈને આવેલા એક યુવકને જાહેરમાં ધોકાવીયો હતો.

અને તે યુવકના ટેમ્પાને પણ તોડી નાખ્યો હતો. એટલું જ નહીં આ યુવકને બચાવનાર દુકાનદાર અને એની પત્નીને પણ દુકાનની અંદર ઘૂસીને ધોકાવીયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો દુકાન માં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર દેવનારાયણ કરિયાણા સ્ટોર નામે દુકાન ચલાવે છે. ત્યારે બપોરના સમયે મંગળવારના રોજ દુકાન પર શાદાબભાઈ નામનો એક ટેમ્પા વાળો બિસ્કીટના સેમ્પલ લઇને આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર ત્યારે અમુક અસામાજીક તત્વોએ અચાનક ટેમ્પા ચાલકને ધોકાવીયો હતો. ત્યારે તે યુવકને બચાવવા માટે દુકાનદાર દેવીલાલ અને એમના પત્ની પવનીબેન બચાવવા માટે વચ્ચે પડ્યા હતા.

ત્યારે ટેમ્પાચાલક ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ અસામાજિક તત્વોએ દુકાનદાર ની દુકાન બંધ કરીને બંને પતિ-પત્નીને પણ ધોકાવીયા હતા. ત્યારબાદ સામાજિક તત્વો ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.

ત્યારબાદ દુકાનદાર દેવીલાલ લિંબાયત પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ઘટનાને લઇને ફરિયાદ નોંધી હતી. ઉપરાંત દુકાન માં લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!