પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાષ્ટ્રીય લેવલે રાજકારણમાં કરશે પ્રવેશ, આ રાજ્યથી ચૂંટણી લડવાની કરશે શુભ શરૂઆત.

Published on: 4:14 pm, Sat, 10 July 21

ગત વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં એક શાનદાર જીત મેળવી હતી. ત્યારે હવે બંગાળના સીએમ અને TMCના પ્રમુખ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવા ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાર્ટીએ હવે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ઉપરાંત શુક્રવારના રોજ મમતા બેનરજી અને પ્રશાંત કિશોર રાષ્ટ્રીય રાજકારણમાં TMC ની વ્યૂહરચના નક્કી કરવા માટે ત્રણ કલાકની બેઠક કરી હતી.

આ બેઠક પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ના ઘરે કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આગળની રણનીતિ નક્કી કરવા માટે લાંબી બેઠક યોજાઇ હતી.

ઉપરાંત આ બેઠકમાં આગામી સમયમાં TMC ની જિલ્લા કક્ષાની સંસ્થા માં મોટા ફેરફારનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક વ્યક્તિની એક પોસ્ટની નીતિને આગળ લાવવા માટે TMC સંગઠનને ફક્ત જિલ્લા કક્ષાએ જ ફેરબદલી કરવામાં આવશે.

જેમાં એવા નેતાઓની બદલી કરવામાં આવશે જેની પાસે એક કરતા વધુ પોસ્ટ હોય. મમતા બેનર્જી વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી તેનો ઇરાદો સ્પષ્ટ કર્યો છે કે મમતા બેનરજીના કે રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવે તેવી ઈચ્છા છે.

ઉપરાંત TMC દ્વારા પ્રશાંત કિશોર સાથે મળીને એક યાદી તૈયાર કરવામાં આવી છે. ભાઈ હજી થોડાક દિવસોમાં જાહેર થઈ શકે છે. મળતી માહિતી મુજબ TMC રાષ્ટ્રીય રાજકારણ ની શરૂઆત ત્રિપુરા થી કરે તેવી શક્યતાઓ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાષ્ટ્રીય લેવલે રાજકારણમાં કરશે પ્રવેશ, આ રાજ્યથી ચૂંટણી લડવાની કરશે શુભ શરૂઆત."

Leave a comment

Your email address will not be published.


*