ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ખેડૂતો થયા ચિંતિત

Published on: 3:10 pm, Sun, 17 January 21

ખેડૂતો માટે ફરી એક વખત ખરાબ સમાચાર સામે આવ્યા છે. વારંવાર વાતાવરણના પરીક્ષાના કારણે કૃષિ પાક ને નુકસાન થઈ રહ્યુ છે. શિયાળામાં વારંવાર વરસાદના પલટાના કારણે ખેડૂતો પાયમાલ થયા છે ત્યારે રાજ્યના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ફરી.

એક વખત વરસાદી માવઠાને લઈને આગાહી કરી છે.સમગ્ર ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે અને ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પૂરી શક્યતા છે. હવામાન શાસ્ત્રી ની આગાહી સાથે ખેડૂતોને સલાહ પણ આપી છે.

કે ફેબ્રુઆરી ની શરૂઆત વાતાવરણમાં પલટો આવવાનો જેથી જો પાક હોય તો તેને બચાવવા માટે તાડપત્રી કે છાપરામાં ખસેડવા જેવી વ્યવસ્થા કરવામાં આવે.ઠંડીના કારણે અંબાલાલ પટેલ ની આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થશે.

જેની અસર સમગ્ર ગુજરાત રાજ્યમાં અનુભવાશે અને 27 થી 31 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન ગગડીને 8 ડિગ્રી સુધી પહોંચી જશે તેવી શક્યતા છે ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!