વાવણી લાયક વરસાદ થતાં ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ધરતીપુત્રોએ અખા ત્રીજનું મુહુર્ત તો સાચવી લીધું છે.

કેરળથી પાપા પગલી માંડતું ચોમાસુ હજુ ગુજરાત સુધી પહોંચવામાં સમય લગાડશે.

હવામાન ખાતાએ આગાહી કરી છે કે ગુજરાતના લોકોએ ચોમાસાની રાહ જોવી પડશે.

આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે

ગુજરાતમાં ચોમાસાને લઇને રાજ્યના હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે.

વાવાઝોડા બાદ રાજ્યમાં અનેક સ્થળોએ અમીછાંટણા થઇ રહ્યાં છે, પરંતુ નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી.