ગુજરાત પર મંડરાઈ રહેલા વાવાઝોડાના ખતર વચ્ચે આંશિક રાહતના સમાચાર સામે આવ્યા છે.
બિપોરજોય વાવાઝોડાને લઈ વેધર રિપોર્ટ આપનારી ખાનગી એજન્સી સ્કાયમેટનું અનુમાન સામે આવ્યું છે.
સ્કાયમેટના જણાવ્યા અનુસાર, બિપોરજોય વાવાઝોડુ થોડુ નબળુ પડ્યું છે. માંડવીથી કરાંચી વચ્ચે વાવાઝોડું ટકરાશે.
વાવાઝોડું ખૂબ નજીક પહોચી ગયું છે. વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે.
લેન્ડફોલ થશે ત્યારે વાવાઝોડું વધુ સ્ટ્રોંગ બનશે. બિપોરજોય વાવાઝોડાની દિશા નોર્થ ઈસ્ટ તરફ રહેશે.
આજે 14 જૂનના રોજ કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે