કચ્છમાં Cyclone Biparjoy ની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
Fill in some text
અગાઉ 13, 14 અને 15 જૂન સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
હવે આજે શિક્ષણ વિભાગ દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય લેતાં વધુ 2 દિવસ શાળાઓ બંધ રાખવાનું નક્કી કર્યું છે.
બિપોરજોય વાવાઝોડાનો સૌથી વધુ ખતરો સંભવિત રીતે કચ્છ જિલ્લામાં છે.
આ પહેલા પણ સાવચેતીના ભાગરૂપે શાળાઓ બંધ રાખવાનું જાહેર કરાયું હતું.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છના અંજારમાં નોંધાયો છે.
આજે જામનગર, દ્વારકા, કચ્છમાં 125થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.