ગુજરાત પર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે તબાહી મચી છે.

હવામાનની સચોટ આગાહી માટે પ્રખ્યાત અંબાલાલ પટેલે વાવાઝોડા બાદ હવે ચોમાસાની આગાહી કરી છે.

આગામી 21 જૂન ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી જશે.

બિપોરજોય વાવાઝોડાને કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવા મળ્યો હતો.

અરબ સાગરમાં ઉઠેલા તોફાનને કારણે કેરળમાં ચોમાસું મોડું બેઠુ હતુ.

ન માત્ર કેરળ, પરંતુ વરસાદ વચ્ચે વાવાઝોડું વિધ્ન બનતા આખા દેશમાં ચોમાસા પર અસર પડી છે.

ત્યારે હવે વાવાઝોડું લેન્ડફોલ થઈ ગયું છે, ત્યારે ચોમાસાની એન્ટ્રીના એંધાણ છે.