દેશમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી છે. જેમાં એક જણાની બેદરકારીના કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે ઉત્તર પ્રદેશના ઈટાવામાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પૂરપાટ ઝડપે જતી એક કાર ટ્રેક્ટર સાથે અથડાતા પલટી ખાઈ ગઈ હતી.
જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ગંભીર અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 3 મિત્રોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
આ ઘટનામાં એક મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે ચારેય મિત્રો અન્ય મિત્રોની બહેનના તિલકોત્સવ કાર્યક્રમમાં મૈનપુરી ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો.
આ ઘટના બનતા આજે ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. ચારે મિત્રો કાર્યક્રમ પતાવીને વેગેનાર કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની કારની ટક્કર ટ્રેક્ટર સાથે થઈ હતી. જેના કારણે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. કાર ટેકટર સાથે અથડાયને પલટી ખાઈ ગઈ હતી.
આ ગંભીર અકસ્માતની ઘટનામાં 18 વર્ષીય ધિરાજ, 20 વર્ષીય અંકિત, 22 વર્ષીય તેજપાલ નામના યુવકનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે. જ્યારે 17 વર્ષીય નિરજન નામનો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હાલમાં તેની હાલત નાજુક છે.
અકસ્માતની ઘટના બનતા જ આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારના લોકો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના કોની ભૂલ ના કારણે થાય છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. એક જ ગામના ત્રણ યુવકોના મૃત્યુ થતાં ગામમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment