આપણી સમક્ષ ઘણીવાર સોશિયલ મીડિયાના માધ્યમથી રોજેરોજ અવનવા વિડીયો વાયરલ થતા નજરે પડે છે, ત્યારે ઘણા એવા વિડીયો હોય છે કે જે હસી હસીને ખખડી પડીએ તો ઘણા એવા વિડીયો હોય છે કે જેનાથી આંખો ભીની થઈ જાય છે. એવામાં જ હાલ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એક એવો વિડિયો વાયરલ થયેલો નજરે પડ્યો છે.
જેમાં બે નાના બે ઘર ફુગ્ગા વેચતા બાળકોનો કુતરા સાથે રમતા નો વિડીયો. વાત જાણે એમ છે કે 9 ઓગસ્ટના રોજ આઇપીએસ ઓફિસર દીપાંશુ કબરા ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે.જેને હાલ 21,000 થી પણ વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે. તો જ્યારે પણ તમારો દિવસ ખરાબ હશે.
ત્યારે તમે જો આ વિડીયો જોશો તો ખરેખર તમારા ચહેરા પર સ્મિત આવી જશે અને તમારું મૂળ પણ સારું થઈ જશે ત્યારે આ વીડિયોમાં તમે પણ જોઈ શકો છો. તો તમે કારની અંદર એક પાલતુ કૂતરો બેઠેલો છે. એ નાના ફુગ્ગા વેચતા બાળકો કારની બારીથી બહાર કુતરા સાથે રમત રમી રહ્યા છે. જ્યારે એ બંને બાળકો ખરેખર એ કૂતરાની સંગત માણતા જોઈ શકાય છે અને એ કૂતરો પણ એ છોકરાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે.
એવામાં જ એક છોકરો કૂતરાના ગાલ પર ચુંબન કરી રહ્યો છે ત્યારે જો તમે એ વિડીયો જોશો તો તમે પણ ચોક્કસ કહેશો કે એ બાળકના ચહેરા પરનું સ્મિત એ જણાવે છે કે એકબીજાની કંપનીનો કેટલો આનંદ માણી રહ્યા છે. આ વિડીયો ખરેખર ખૂબ જ સારો છે અને માનવીનું પશુ પ્રત્યેનો પ્રેમ પણ અહીં સાબિત થયો કહેવાય.
હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયેલો નજરે પડ્યો છે અને વાત કરવામાં આવે તો આ વિડીયો માત્ર પ્રાણી પ્રેમીઓ માટે જ નથી પરંતુ જે કોઈ વ્યક્તિનું આખો દિવસ ખરાબ ગયો હોય અને જો એ આ વિડીયો જોશે તો તેમનો દિવસ સુધરી જશે. ઘણા લોકોએ તો આ વિડીયો ઘણીવાર શેર પણ કર્યો છે અને તો ઘણા યુઝર્સ હોય પ્રતિભાવ પણ આપ્યા છે.
प्रेम ही हम सभी का आधार है,
ऊँच-नीच, भेद-भाव, आदि तो सिखा दिया जाता है… pic.twitter.com/hdUgZHSb6A— Dipanshu Kabra (@ipskabra) August 9, 2022
આ વિડીયો શેર કરનારા એવા આઈપીએસ ઓફિસર દીપાંશુ કાબરા એ જેને કેપ્શનમાં લખ્યું છે કે પ્રેમ જ આપણા બધાનો આધાર છે. ઉચ્ચ નીચ ભેદભાવ વગેરે તો બધાને શીખવાડવામાં આવે છે પરંતુ અહીં કંઈક અલગ જ જોવા મળ્યું ત્યારે એ કોમેન્ટ સેક્શન માં ઘણા લોકોએ કોમેન્ટ કરી છે.જેમાંથી એકે યુઝરને જણાવ્યું છે કે ‘હાર્ટ ટચિંગ’. તો બીજા યુઝરને કહ્યું કે પ્રેમની ના તો કોઈ ભાષા છે ના તો કોઈ ધર્મ. ત્યારે તમે પણ આ વિડીયો જોવાનું ચૂકશો નહીં.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment