દેશભરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ રખડતા ઢોરના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમે આવી ઘટનાના ઘણા વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોયા હશે. ત્યારે આજથી ઘણા સમય પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વિડિયો આજે ફરી એક વખત સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળી રહ્યો છે.
આ વિડીયો રસ્તા ઉપર ચાલતા એક દાદા અને રખડતા આખલાનો છે. જેમાં રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતા દાદા સાથે આખલો કંઈક એવું કરે છે કે વીડિયો જોઈને તમારા પણ રુવાડા બેઠા હોય થઈ જશે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
.રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે અને આવી ઘટનાનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર કિંગ સેલ્ફી 69 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર શાંતિથી ચાલીને જતા દાદાને રખડતો આખલો પાછળથી આવીને હવામાં ઉછાળી જમીન પર પછાડે છે.
ત્યાર પછી દાદા તરત જ ઉભા થઈ જાય છે અને આખલાની પાછળ ચાલવા લાગે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આખલાને અડફેટેમાં આવ્યા બાદ દાદા જરાક પણ ડર વગર ઊભા થઈને ચાલવા લાગે છે અને આખલાનો સામનો કરીને તેની સામે આજ પણ ઉંચો કરે છે. આ દ્રશ્યો જોઈને આસપાસ ઉભેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
હાલમાં વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો તો કોમેન્ટ કરી રહ્યા છે કે દાદાએ દેશી દા-રૂ પીધો છે. વીડિયો જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે.
View this post on Instagram
જ્યારે ઘણા લોકોના તો રુવાડા બેઠા થઈ ગયા છે. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા સમય પહેલા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment