ગુજરાતમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. બોટાદમાં એક હીરાના દલાલે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી થી કંટાળીને સુસાઇડ કરી લીધું છે. સુસાઇડ કરતા પહેલા દલાલે સુસાઇડ નોટમાં નવ લોકોના નામ લખ્યા હતા અને પછી ઘરે બપોરના સમયે ઝેરી પાવડર પી લીધો હતો.
ત્યારબાદ તેમની સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. આ ઘટના બનતા જ બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટના આધારે 9 શખ્સો સામે ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
મળતી માહિતી અનુસાર સુસાઇડ કરનારીાના દલાલ નું નામ મુકેશભાઈ અરજણભાઈ ઓળકીયા હતું. મુકેશભાઈ બોટાદ શહેરના ઢાંકણીયા રોડ પર તુલસીનગર બે સોસાયટીમાં રહેતા હતા. તેઓ હીરાની દલાલીનું કામ કરતા હતા. મુકેશભાઈને માથે દેવું થઈ જતા તેમને વ્યાજે રૂપિયા લીધા હતા.
પછી અવારનવાર વ્યાજખોરો મુકેશભાઈને ફોન કરતા હતા અને તેમની સામે પઠાણી ઉઘરાણી કરતા હતા. ત્યારે 18 ઓક્ટોબરના રોજ મુકેશભાઈ ઘરે હતા ત્યારે તેમને અચાનક જ ઉલટીઓ થવા લાગી હતી.
જ્યારે પરિવારના સભ્યો મુકેશભાઈને પૂછ્યું કે શું થયું ત્યારે તેમને જણાવ્યું હતું કે, તેમને બપોરના ત્રણ વાગ્યાની આસપાસ અનાજમાં નાખવાનો પાવડર પી લીધો છે. પછી મુકેશભાઈ ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં મુકેશભાઈ અંતિમ શ્વાસ લીધા હતા.
મુકેશભાઈનું મૃત્યુ થયું તે પહેલા તેમની પત્નીએ વ્યાજની ઉઘરાણી કરવા વાળા લોકો વિશે પૂછ્યું હતું. ત્યારે મુકેશભાઈ તેમને કહ્યું હતું કે તેમની પાકીટમાં એક ચિઠ્ઠી છે તેમાં તમામના નામ લખેલા છે. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment