સુરતમાં BJP અને AAP ના કાર્યકરો વચ્ચે જબરદસ્ત મારામારી, જુઓ સમગ્ર ઘટનાનો વીડિયો…

46

સુરત શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં હોબાળો થયો હતો. આમ આદમી પાર્ટીનો એક ઉમેદવાર હારતા સમગ્ર હોબાળો થયો હતો. આ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપના સભ્યો વચ્ચે મારામારી થઈ ગઈ હતી. મતગણતરીના સ્થળે જ ભારે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.

ભારે ધમાલ ના સાથે સરદાર સભાગૃહ ના દરવાજા પણ તોડી નાંખ્યા હતા. મહાનગર પાલિકાની કુલ 12 સભ્યો માટે ચૂંટણી થવાની હતી. જેમાં ભાજપના ચાર સભ્યો છે બિનહરીફ ચૂંટાયા હતા. અને જ્યારે 8 સભ્ય પદ માટે ચૂંટણી યોજાઇ હતી.

જેમાં 8 પદ માટે 9 ઉમેદવારો મેદાનમાં આવ્યા હતા. જેમાં 6 ભાજપના સભ્યો અને આમ આદમી પાર્ટીના 2 સભ્યો મેદાનમાં આવ્યા હતા અને એક સભ્ય ભાજપ પ્રેરિત છે.

મત ગણતરી દરમિયાન જાણવા મળ્યું કે એક મત પત્રકમાં 8 ના બદલે 16 મત આપ્યા હતા. જેથી તેને રદ્દ કરવામાં આવ્યું હતું. જેના કારણે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ હંગામો કર્યો હતો.

આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપના 7 અને આમ આદમી પાર્ટીનો એક સભ્ય જીત્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!