ભાજપ ના ધારાસભ્યની મહિલા સાથે મારપીટ નો વિડીયો થયો વાયરલ,જાણો સમગ્ર મામલો

Published on: 4:50 pm, Sat, 14 November 20

કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સિધુ સાવડી નો એક વીડિયો વાઇરલ થઇ ગયો છે અને આ વીડિયો વાયરલ થયા બાદ વિવાદમાં ફસાઈ ગયા છે. આ વીડિયોમાં ધારાસભ્ય સિધું સાવડી મહાલિંગપૂર ટાઉન નગર પરિષદ ના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદની ચૂંટણી માટે નામાંકન પત્ર ભરવા જઇ રહેલી બે મહિલા કાઉન્સિલરો સાથે કથિત રીતે ઝપાઝપી કરતા નજરે પડી રહ્યા છે.રાજ્યનાકોંગ્રેસ યુનિટે પોતાના ટ્વિટર હેન્ડલ પર.

આ ઘટનાનો વીડિયો નાખ્યો છે. માહિતી મુજબ, આ ઘટના 9નવેમ્બરે બગલકોટ જિલ્લામાં થઈ હતી.આ વીડિયોનો જવાબ આપતા આ ધારાસભ્યએ કહ્યું કે,મારી છબી ખરાબ કરવા માટે પાયાવિહોણા આરોપ લગાવવામાં આવ્યા છે અને પોલીસના જણાવ્યા અનુસાર આ બાબતે FIR પણ દાખલ કરવામાં આવી છે.

કેમ કે સામેલ લોકોએ પોલીસની ઉપસ્થિતિની નજરદાંજ કરી હતી. પોલીસે કહ્યું કે કોઈ પણ મહિલાએ ફરિયાદ આપી નથી અને રાજ્યની કોંગ્રેસ એકાઈ એ વિડિયો શેર પણ.

તો આ ટ્વિટ કર્યું કે, ધારાસભ્યએ નગર ચૂંટણી દરમિયાન મહિલાઓ પર હુમલો કરવો એ આ રાજ્ય માટે શરમની વાત છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!