કોંગ્રેસ ના દિગ્ગજ નેતા હાર્દિક પટેલે રાજસ્થાન ના આ નેતાઓ સાથે કરી બેઠક, આ બેઠક છે અત્યંત મહત્વની, જાણો કેમ ?

Published on: 11:06 am, Thu, 18 March 21

ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અત્યારે રાજસ્થાની મુલાકાતે છે. ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલ ને ગુજરાત ની બહાર જવાની મંજૂરી આપ્યા પછી તેઓએ રાજસ્થાન થી પોતાના પ્રવાસની શરૂઆત કરી છે.

હાર્દિક પટેલે રાજસ્થાનમાં પૂર્વ નાયબ મુખ્ય મંત્રી સચિન પાયલોટ સાથે મુલાકાત કરી હતી.હાર્દિક પટેલે મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે પણ મુલાકાત કરી હતી.અશોક ગેહલોત સાથે ની મુલાકાત ને ખૂબ જ સૂચક માનવામાં આવે છે.

નોંધનીય છે કે તાજેતરમાં યોજાયેલી ગુજરાત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.ગુજરાત ની એક પણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો નથી.

જિલ્લા પંચાયત સિવાય નગર પાલિકાઓમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને આવી જ હાલત કોર્પોરેશનમાં પણ કોંગ્રેસની થઈ છે.

ગુજરાત માં કોંગ્રેસ ની કારમી પરાજય પછી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામું આપી દીધું છે. ફરી એક વખત અશોક ગેહલોત ને ગુજરાતમાં ઉતારવામાં આવે તેવી ચર્ચાઓ ચૂંટણી પછી જોર પકડ્યું છે.

ત્યારે હાર્દિક પટેલની આ બેઠક ખુબજ મહત્વની ગણવામાં આવી રહી છે.અગાઉ રાજદ્રોહ પટેલને ગુજરાત નહીં છોડવાની શરતે જામીન મંજુર કરવામાં આવ્યા ન હતા.

હાર્દિક પટેલને રાજ્યની બહાર નહીં જવાની શરતે જામીન આપ્યા હતા. રાજ્ય બહાર જવાની માંગણી સાથે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ કોર્ટ ના શરણે ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોંગ્રેસ ના દિગ્ગજ નેતા હાર્દિક પટેલે રાજસ્થાન ના આ નેતાઓ સાથે કરી બેઠક, આ બેઠક છે અત્યંત મહત્વની, જાણો કેમ ?"

Leave a comment

Your email address will not be published.


*