ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાની આ સેવાકીય વાત વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે, ગોવિંદભાઈ ધોળકિયાના સેવાકીય કાર્યથી આજે…

મિત્રો તમે બધા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના માલિક શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને તો જરૂર ઓળખતા હશો. ગોવિંદભાઈ ધોળકિયાની સુરતના ડાયમંડ કિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગોવિંદભાઈ ધોળકિયા હીરાના ઉદ્યોગપતિ અને સહ્રદયી માણસ તેમની સેવાની સુવાસની અનુમોદના કરતી એક એવી વાત છે ઘણા ઓછા લોકો જાણતા હશે..!

તમે બધા નવા જાણતા હોય તો તમને જણાવી દઈએ કે ધોળકિયા પરિવાર તો લાઠી પથકનું ગૌરવ છે. મનજીભાઈ ધોળકિયા, ગોવિંદભાઈ ધોળકિયા અને સવજીભાઈ ધોળકિયા તો લાઠી પંથકના સાચા કોહીનુર છે. ગોવિંદભાઈ ધોળકિયા પોતાના પિતાશ્રી લાલજીભાઈ ધોળકિયા ની યાદ માં લાઠીમાં એક હાઈટેકનું દવાખાનું અને મીની થિયેટર બનાવ્યું છે.

જે લાલજી દાદાના વડલા તરીકે ઓળખાય છે. હાલમાં લાઠી પથકના લોકોની સુખાકારી માટે ખૂબ જ સરસ સેવા યજ્ઞ ચાલે છે. એટલું જ નહીં પરંતુ ઘણી બધી સેવાકીય પ્રવૃતિઓ સાથે બાળકોને સ્કોલરશીપ આપવામાં આવે છે. લાઠી પથકમાં કોઈપણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીએ તેઓ શિષ્યવૃતિ આપે છે.

પણ એટલી શરત કે વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના પાઠ મોઢે કરવાના હોય છે. શિષ્યવૃતિ મેળવવા માટે વિદ્યાર્થીને ગીતા નો એક અધ્યાય મોટે કરોવીને લાલજી દાદા ના વડલે પરીક્ષા આપવાની હોય છે. એક અધ્યાય મોઢે કરી એટલે 5000 રૂપિયાનો સ્કોલરશીપનો ચેક આપવામાં આવે છે.

બીજો અધ્યાય મોટી કરે એટલે બીજો 5000 રૂપિયાનો બીજો ચેક આપવામાં આવે છે. આવી રીતે જ્યારે વિદ્યાર્થીનો અભ્યાસ પૂરો થાય ત્યારે તેને ગીતાજીના 18 અધ્યાય મોઢે હોય છે. ગોવિંદભાઈ ધોળકિયાનું માનવું છે કે, ભગવત ગીતાના આધારે અધ્યાય છે.

વિદ્યાર્થીને મોઢે હોય અને વિદ્યાર્થીઓ પૂરી રીતે સમસ્યા હોય એમનું જીવન ઉર્ધ્વગતિ તરફ આગળ વધે છે. ભગવદગીતા વાંચવાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે. જેમના કારણે તેમનું ભવિષ્ય ખૂબ જ સારું બને છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*