આજના યુગમાં લગ્નમાં માતા-પિતા ઘણો ખર્ચો કરી નાખતા હોય છે અને તેમની દીકરી કે દીકરીની ખુશી માટે ધામધૂમથી લગ્ન કરતા હોય છે, ત્યારે એક એવી સલાહ આપતાં જણાવીશ કે આવા લગ્ન પ્રસંગોમાં કરવામાં આવતા બિનજરૂરી ખર્ચ ને ટાળવા જોઈએ. જેથી એ પૈસાનો બીજે સારો એવો ઉપયોગ કરી શકાય. આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરીશું કે, સમગ્ર લગ્ન પ્રસંગનો ખર્ચો દીકરાના પિતાએ સંભાળ્યો.
ત્યારે તેના વિશે વિસ્તૃતમાં વાત કરીશ તો બોરસદના સીસવા ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ પુત્રવધૂને પોતાની જ દીકરી માનીને તેનો સમગ્ર ખર્ચ ઉઠાવી ને તેના જ ઘરઆંગણે તેના દીકરા સાથે તેના લગ્ન કરાવ્યા. આ પુત્રવધૂના તમામ લગ્ન ખર્ચ ઉઠાવી ને સમગ્ર સમાજમાં એક દાખલારૂપ કિસ્સો આશિષ પૂર્વ ડેપ્યુટી સરપંચ એ બેસાડ્યો છે. તેમને દીકરી ન હોવાથી તેણે એવું નક્કી કર્યું હતું કે તેની આવનારી પુત્રવધૂનો લગ્ન ખર્ચ પણ એ પોતે ઉઠાવશે અને ધામધૂમથી લગ્ન કરાવશે.
હાલ તેની વિશે વાત કરીએ તો પૂર્વ ડેપ્યુટી સરપંચ નું નામ કૌશિક મણીભાઈ પટેલ છે જેઓનો હાલ વ્યવસાય ખેતી નો છે. ત્યારે તેમણે જણાવતાં કહ્યું કે મારી ત્રણ પેઢીથી એક પણ દીકરીનો જન્મ થયો નથી તેથી મારી દીકરી ન હોવાથી કન્યાદાન અને લગ્ન કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી. આથી તેણે નક્કી કર્યું કે તેના દીકરા હેનીલ ના લગ્ન જ્યારે કલોલ માં રહેતા ચંદુભાઈ પટેલ ની દીકરી બીજલ સાથે નક્કી કરાયા.
તે દરમિયાન હેનીલના પિતા ને વિચાર આવ્યો કે દીકરી નથી મારે તો હું મારા ઘરમાં આવનારી પુત્રવધૂનો તમામ લગ્ન ખર્ચ ઉઠાવીશ આ વાત તેણે દીકરીના અને તેના પરિવારજનોને જણાવ્યા ત્યારે સૌ લોકો તેની વાતથી સહમત થઈને રાજીખુશીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો. દીકરીના પરિવારે પણ આ વાત સ્વીકારતા લોકોમાં કુતૂહલ સર્જાયું અને ગત 3 જાન્યુઆરી ના રોજ ગામની વાડીમાં લગ્ન કરવાનું નક્કી થયું હતું ત્યારે સામે પક્ષે એટલે કે દીકરીની જાન આવવાની હતી.
અને જ્યારે દીકરીના લગ્ન હોય તેમ તમામ તૈયારી કરવાની હતી ત્યારે સમગ્ર લગ્ન પ્રસંગની તૈયારી એટલે કે નો ઉતારો વરરાજાને પોંખવા દીકરીને મંડપ સુધી તમામ લગ્નને લઈને તૈયારીઓ કરી હતી આ તમામ ખર્ચ એ હેનીલ નાં પિતાજીએ ઉઠાવ્યો હતો ત્યારે 3 જાન્યુઆરી ના રોજ કલોલ થી કન્યા ની જાન આવતાની સાથે જ લોકોમાં કુતૂહલ સર્જાયો હતો. સમાજમાં ફેલાયેલા દૂષણો અને દૂર કરવા માટે પાટીદાર સમાજ અભિયાન ચલાવતા હોય છે.
ત્યારે પાટીદાર સમાજના અગ્રણી હિતેશ પટેલની પ્રેરણાથી કૌશિક પટેલ વહુ આની જેમ જ લગ્ન કરાવ્યા હતા અને આવી રીતે અન્ય લોકોએ પણ વહુ ને દીકરી સમજીને તેના બધા જ શોખ પૂર્ણ કરાવી ને શીખ આપીને સમાજને એક નવી રાહ ચીંધી છે. બાવીસ ગામ ચરોતર લેવા પાટીદાર સમાજના અગ્રણી એવા વડોદરાના હિતેશ પટેલ હાલ સમાજમાં ફેલાયેલા દૂષણો ને દુર કરવા ગામે ગામે જઈને લોકોને ભેગા કરીને સમજણ પૂરી પાડે છે.
અને લગ્ન પાછળ તથા લાખોના ખર્ચે ટાળવાની પણ સમજણ પૂરી પાડે છે અને પ્રેરણા આપે છે,એટલા માટે કે દીકરીના માતા-પિતા એ દીકરીને ભણાવી ગણાવીને મોટી કરી હોય અને જ્યારે તેના લગ્ન નો સમય આવે ત્યારે તેને સાસરે વળાવવા પિતાને લગ્નમાં આશરે ૨૫થી ૩૦ લાખનો ખર્ચો થતો હોય ત્યારે એવી સમજણ આપવામાં આવે કે આ લગ્નના ખર્ચની પાછળ તેઓના માતા-પિતાએ પહેલાથી જ સમાજમાં સારું બતાવવા મહેનત કરતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment