મિત્રો ગુજરાતીમાં કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે.આજે આપણે એવા પરિવાર વિશે વાત કરવાના છીએ જે મોરબી હોનારતમાંથી બચી ગયો છે. રાજકોટનો મિત્રો આ પરિવાર નસીબદાર નીકળે છે કારણ કે સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા વસાણી પરિવાર દ્વારા મોતના દ્વારેથી પાછા ફરીને આવ્યા છે.
જ્યારે મિત્રો આ દુર્ઘટના બની ત્યારે વસાણી પરિવારના 14 સભ્યો પુલ પર જ હાજર હતા પરંતુ સદનસીબે પરિવારના તમામ સભ્યો બચી ગયા છે. રાજકોટના વસાણી પરિવારના 14 સદસ્યો મોરબીમાં બનેલા નવો જુલતો પુલ જોવા રાજકોટ થી મોરબી ગયા હતા.
પણ તેમને તો નહીં કોઈને પણ ખબર નહોતી કે આવું પણ થઈ શકે છે. વસાણી પરિવાર મોરબીમાં બનેલો નવો પુલ જોવા માટે બહુ ઉત્સાહી હતો ને બધા લોકો જોવા પણ ગયા હતા અને પુલ લગભગ 30 થી 35 ટકા જેટલો કોર્સ કર્યો અને વધારે પડતો હાલક ડોલક થઈ રહ્યો હતો.
તેથી તેમને ડર લાગતો હતો. આખરે એવું થયું છે ને અમે બધા 14 લોકો ઉપર હતા ને પુલ તૂટ્યો અને બધા નીચે પાણીમાં પડ્યા.bપાણીમાં પડ્યા પછી જાણે તેમને કુદરતી શક્તિ મળી હોય તેવું લાગ્યું અને છોકરાઓ પાણીમાં પડી ગયા હતા.
તૂટેલા પુલ નો કોડ નજીક દેખાતો હતો તે જોઈને જેમ તેમ કરીને તેની પાસે પહોંચ્યા અને તેના સપોર્ટ થી લગભગ અડધો કલાક પકડીને ઊભા રહ્યા અને ધીમે ધીમે કરીને પ્રયાસ કરીને સાઈડની ગ્રીલની સપોર્ટ થી બહાર આવ્યા.
વસાણી પરિવારના નાનકડા દીકરા જુગલ વસાણીએ કહ્યું કે મારી મમ્મી ને તરતા નથી આવડતું ને ડેડી ને આવડે. તેથી મમ્મી-પપ્પાને પકડીને બહાર આવી અને મેં તરીને તાર પકડી લીધો હતો. હા મમ્મી બચી ગઈ પણ તેને થોડું વાગ્યું અને કેટલાક લોકો પુલ હલાવતા હતા તો બીક લાગતી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment