ઉતરાખંડમાં ગંગોત્રી હાઇવે પર બનેલી દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને હચમચાવી દીધી છે. ગંગોત્રી હાઇવે પર યાત્રીઓથી ભરેલી એક બસ ખીણમાં ખાબકી ગઈ હતી. બસમાં બેઠેલા તમામ લોકો ગુજરાતી હતા. આ ઘટનામાં 7 યાત્રિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 28 યાત્રિકો ગંભીર રીતે જાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર 15 ઓગસ્ટના રોજ ભાવનગરથી એક ખાનગી ટ્રાવેલ્સ બસમાં 35 જેટલા લોકો ચારધામની યાત્રા પર નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો અને આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે. ત્યારે આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા પતિ-પત્ની વિશે આજે આપણે વાત કરવાના છીએ.
જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં 61 વર્ષીય ગણપતભાઈ પ્રતાપભાઈ મહેતા અને તેમની પત્ની દક્ષાબેન ગણપતભાઈ મહેતાનું મોત થયું છે. જ્યારે યાત્રીઓથી ભરેલી બસ ગંગોત્રીથી પરત આવતી હતી, ત્યારે રસ્તામાં આ અકસ્માતની ઘટના બની હતી.
આ ઘટનામાં ગણપતભાઈ અને તેમની પત્ની દક્ષાબેનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. તેઓ મહુવાના રહેવાસી હતા. ગણપતભાઇ અને દક્ષાબેનના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના બનતા જ મહેતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનાની માહિતી મહુવા શહેરમાં થતા જ અનેક રાજકીય આગેવાનો તેમજ સંસ્થાના આગેવાનો પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા.
જાણવા મળી રહ્યું છે કે, ભાવનગર વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર હાલમાં આ યાંત્રિકોના પરિવારજનો અને ઉત્તરાખંડ સરકારનો સંપર્ક કરીને વધુમાં માહિતી મેળવી રહી છે. આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે અને ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment