સુરેન્દ્રનગરમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં શાળાએથી ઘરે જતા બાળક સાથે રસ્તામાં કંઈક એવું બન્યું કે પરિવારના સભ્યોએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. આ ઘટના પાટડી તાલુકાના ધામા ગામમાં પ્રાથમિક શાળા પાસે બની હતી. અહીં સ્કૂલ પાસે પાણીના સંપની કામગીરી ચાલતી હતી. અહીં પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો 8 વર્ષનો વિદ્યાર્થી ખાડાની અંદર પડી ગયો હતો.
આ કારણોસર વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. દીકરાના મૃત્યુ બાદ પરિવારના લોકોએ તંત્રની બેદરકારીનો આક્ષેપ કર્યો છે. મૃત્યુ પામેલા બાળકનું નામ કુલદીપ ધરમશીભાઈ ઠાકોર હતો.વિગતવાર વાત કરે તો બાળક શાળાએથી છૂટીને ઘર તરફ આવતો હતો, ત્યારે તે ખાડામાં પડી ગયો હતો. વળી સાંજ થઈ છતાં પણ બાળક ઘરે પરત ન આવ્યો તેથી પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી.
આ દરમિયાન બાળકનું મૃતદેહ પાણીથી ભરેલા ખાડા માંથી મળી આવ્યું હતું. એકના એક દીકરાનું મૃત્યુ થતા પરિવાર ઉપર આ તૂટી પડ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ઠાકોર સમાજને આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાળામાં રિસેસ પડ્યા બાદ બાળક શાળાએ આવ્યો ન હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં મેરગાવ વિભાગનું કરોડો રૂપિયાનું કામ ચાલી રહ્યું છે. પાટડી તાલુકાના ધામા નરેગા યોજના અંતર્ગત કામોનો દોર યથાવર્થ કરી દેવામાં આવ્યો છે. ધામા ગામ પંચાયત દ્વારા પણ સંપનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. કામગીરી માટે ખાડા ખોદવામાં આવ્યા હતા.
ત્યારે પાણીની પાઇપલાઇન લીકેજ થઈ ગઈ હોવાના કારણે ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. પાણીથી ભરેલા આ ખાડામાં આઠ વર્ષનો કુલદીપ ડૂબી ગયો હતો. મળતી માહિતી અનુસાર સવારે 11 વાગ્યાની આસપાસ કુલદીપ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે ગયો હતો.
રાત્રિના આઠ વાગી ગયા છતાં પણ કુલદીપ ઘરે પરત ન આવ્યો તેથી પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ પાણીથી ભરેલા ખાડા પાસે તપાસ કરવામાં આવી ત્યારે કુલદીપનું મૃતદેહ તેમાં તરતું જોવા મળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment