સુરત શહેરમાં નીકળ્યો અનોખો વરઘોડો! બળદગાડામાં સવાર થઈને વરાજો દુલ્હનના ઘરે પહોંચ્યો, એટલું જ નહીં પરંતુ વરઘોડામાં…

હાલ ચાલી રહેલી લગ્ન સિઝનમાં સોશિયલ મીડિયામાં અનેક અવનવી ખબરો લગ્નને લઈને સામે આવે છે. ત્યારે વાત કરીએ તો લોકો લગ્ન પ્રસંગ સારો બતાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે અને લગ્નની ખાસ બનાવવા માટે અનોખી રીતે લગ્નની ઉજવણી કરતા નજરે પડે છે. એવી જ રીતે આજે સુરત શહેરમાં એક અનોખી રીતે જાન નીકળી હતી કે જે જોઈને સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ જશે.

હાલ તો સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા મળેલી અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું કે સુરતમાં એક અનોખો વરઘોડો નીકળ્યો હતો એ વરઘોડો જોતાની સાથે જ આપ સૌને પ્રાચીન સમયની પરંપરાઓ યાદ આવી જશે. આજે આવો વરઘોડો તમને ભાગ્યે જ જોવા મળતો હશે જે આજે સુરતમાં નજરે ચડ્યો છે.

જેમાં વરરાજા શણગારેલા બળદ ગાડામાં બેસીને પરણવા જઈ રહ્યો છે. ડીજે કે બેન્ડ પાર્ટી હોય એના બદલે એક અનોખું જ સંગીત જોવા મળ્યો હતો આ વરઘોડો જ્યાંથી પસાર થયો ત્યાં આ વિસ્તારના લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. ત્યારે આશ્ચર્યની વાત તો એ કે જ્યારે આ વરરાજા પરણવા જઈ રહ્યો હતો.

ત્યારે બેન્ડવાજા વાળા ને ફિલ્મી ગીતોને બદલે દેશભક્તિના ગીતો જ વગાડવા નું કહેવાયું હતું અને સૌ કોઇ લોકોએ જાનૈયાએ પણ રંગેચંગે ડાન્સ કર્યા હતા. સુરતના મોટા વરાછા વિસ્તારમાં આ વરઘોડો નજરે ચડ્યો હતો જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આપણે સૌ જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં જ્યારે પણ લગ્ન હોય છે.

ત્યારે આવી રીતે જ બળદગાડામાં જાન લઇ જવાતી હતી. જે યાદો તાજી કરવાં સૌ કોઈ લોકો તેને યાદ કરીને હવે બળદગાડુ શણગારીને પરણવા નીકળે છે. રોનક ઘેલાણી એ પોતાના લગ્નના નિમંત્રણ કાર્ડમાં જ લખ્યું હતું કે પોલીસ બેન્ડના સુર સાથે વરઘોડો નીકળશે અને લગ્નમાં પ્રાપ્ત થયેલી તમામ રકમ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ કરવામાં આવશે.

રાષ્ટ્રીય ગાન ના ગીતો સાથે જાન આગમનના વધામણા કરશે. આ ઉપરાંત ભાતીગળ ગ્રામ્ય સંસ્કૃતિના શહેરી વિસ્તારમાં જીવંત રાખવા બળદગાડામાં લઈ જવામાં આવશે. જેની તેમના પરિવારે ખાસ આયોજન કરીને તૈયારીઓ પણ કરી હતી અને આ બળદ ગાડું શણગારેલી હાલતમાં જૂની પરંપરાઓને યાદ અપાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*