ભગવાન શ્રીકૃષ્ણના ભક્તની અનોખી ભક્તિ : આ વ્યક્તિએ એવી કઠોર માનતા માની કે તેને માનતા પૂરી કરવા માટે 30 વર્ષનો સમય લાગશે…

Published on: 11:29 am, Wed, 5 October 22

આપણો ભારત દેશ શ્રદ્ધા અને આસ્થાનો દેશ છે. કરોડો ભક્તોને દેવી-દેવતાઓ ઉપર એક અનોખી શ્રદ્ધા છે. દેવી દેવતાઓ ઉપર અનોખી શ્રદ્ધા હોવાના કારણે હતો ઘણી વખત ખૂબ જ કઠિન માનતા પણ રાખતા હોય છે. ઘણા લોકો તો એવી કઠિન માનતાઓ રાખતા હોય છે. જે માનતા પૂરી કરવા માટે ઘણા વર્ષોનો સમય થતો હોય છે.

ત્યારે આજે આપણે ભગવાન શ્રીકૃષ્ણના ભક્તિ રાખેલી એક કઠોર માનતા વિશે વાત કરવાના છીએ. ભગવાન શ્રીકૃષ્ણના ભક્તિ 1008 દંડવત પરિક્રમા કરીને આગળ વધી રહ્યો છે. આ વ્યક્તિ ઉત્તર પ્રદેશના દાનીઘાટ થી છેલ્લા 6 વર્ષોથી આવી કઠોર માનતા રાખીને વૃંદાવન ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે જાય છે.

ભગવાન શ્રીકૃષ્ણનો આ ભક્ત 1008 પથ્થર સાથે રાખે છે જેથી એક જ જગ્યાઓ પર તેઓ 1008 દંડવતી યાત્રા કરે છે અને પછી આગળ વધે છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે નીકળ્યા છે. તેઓને છેલ્લા છ વર્ષ થઈ ગયા છે અને તેમને આ યાત્રા ચાલુ રાખી છે.

તેઓએ પોતાની માનતા પૂરી કરવા માટે પોતાનું ગામ પણ છોડી દીધું છે. તમને જણાવી દઈએ કે તેઓ દિવસમાં એક વખત દંડવત યાત્રા કરે છે. છેલ્લા છ વર્ષથી તેઓ દંડવત યાત્રા કરી રહ્યા છે. હજુ સુધી તેઓએ માત્ર સવા પાંચ કિલોમીટરનું અંતર જ પૂરું કર્યું છે.

હજુ પણ તેમને આ માનતા પૂરી કરવા માટે 25 વર્ષનો સમય લાગશે. આ ભક્તોને ભગવાન શ્રીકૃષ્ણની એક એવી ભક્તિ બંધાઈ ગઈ છે કે તેમને આ દંડવત યાત્રા પૂરી કરવી છે. તેમની આ કઠિન યાત્રા વિશે સાંભળીને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. તેઓ દરરોજ એક વખત દંડવત યાત્રા કરે છે અને આગળ વધે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભગવાન શ્રીકૃષ્ણના ભક્તની અનોખી ભક્તિ : આ વ્યક્તિએ એવી કઠોર માનતા માની કે તેને માનતા પૂરી કરવા માટે 30 વર્ષનો સમય લાગશે…"

Leave a comment

Your email address will not be published.


*