કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજરોજ આવશે ગુજરાતની મુલાકાતે, નવા-જૂની થવાના એંધાણ.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમુક શાહ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે. આજરોજ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. અમિત શાહ ગુજરાતમાં બે દિવસ સુધી પ્રવાસ માં રહેવાના છે.

પ્રવાસ દરમિયાન અમિત શાહ તેમના મત વિસ્તારમાં વિવિધ પ્રકારના વિકાસના કાર્યો કરશે અને સંગઠનના મોટા નેતાઓ સાથે બેઠક કરશે. તેવી ચર્ચાઓ થઈ રહી છે.

અમિત શાહ અમદાવાદ તેમજ ગાંધીનગરમાં બનેલા ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત અમિત શાહ કલોલના APMC નું લોક સમર્પણ કરશે. કલોલ ના કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહી છે.

આ ઉપરાંત 22 તારીખે વિધાનસભાના 4 મત વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પોતાની હાજરી આપશે. આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગૃહમંત્રી અમીત શાહ ગુજરાતના કેટલાક નેતાઓ સાથે બેઠક પણ કરશે.

21 જૂનના રોજ અમિત શાહ બોડકદેવમાં વેક્સિનેશન કેન્દ્રની મુલાકાત લેશે તેવી જાણકારી છે. ગૃહમંત્રી અમીત શાહ વૈષ્ણોદેવી માં બનેલ ફ્લાય ઓવર બ્રીજનું લોકાર્પણ કરશે.

આ ઉપરાંત એ જ દિવસે ખોડીયાર કન્ટેનર ડેપો ફલાયઓવર બ્રીજનું લોકર્પણ કરશે. તેમજ નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ અને પાનસર છત્રાલ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*